ખેડૂતોને 3 દિવસમાં પાણી નહી મળે તો અલ્પેશની આંદોલનની ચિમકી

અમદાવાદ : અમદાવાદ જીલ્લાના ઉપરદળ ગામથી રેલી નીકળી હતી તેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ વાતને અલ્પેશ ઠાકોરે નિંદનીય ગણાવી હતી.

અલ્પેશ ઠાકોરનું કહેવું હતું કે આ લાઠીચાર્જ ભાજપના ઉચ્ચ કદના નેતાના ઈશારે કરવામાં આવ્યો છે. ખેડૂતોને ખેતી માટે પાણી માગતા હતા પણ આ અસરકાર તેમની દાદાગીરીથી લોકોને દબાવાની કોશીસ કરી રહી છે.

જો સરકાર ૩ દિવસમાં ખેડૂતોને પાણી નહિ આપે તો અલ્પેશ ઠાકોર દ્વારા ચાલો ગાંધીનગર કરીને આંદોલન કરવામાં આવશે. જો સરકાર ખેડૂતોને પાણી અને બેરોજગારોને નોકરીનાં આપી શક્તિ હોય તો તેમને સતા છોડી દેવી જોઈએ. આ મામલે સરકારે તટસ્થ તપાસ કરાવી જોઈએ. અને જજોની બેંચ બેસાડી તેની તપાસ કરાવી જોઈએ.

You might also like