અલ્પેશની સરકારને ચીમકી, 85 ટકા યુવાનોને આપે નોકરી, નહીં તો સત્તા ખાલી કરે

મહેસાણાઃ ગુજરાતના બેરોજગાર યુવાનોને નોકરી મળે એ માટે  અલ્પેશ ઠાકોરે બહુચરાજી ખાતેથી બેરોજગાર રેલીનો  પ્રારંભ કર્યો છે. રેલીના પ્રારંભ પહેલાં અલ્પેશે માતાજીના દર્શન કર્યા હતા. તેમણે રેલી પ્રારંભ કરતા પહેલાં જણાવ્યું હતું કે સરકાર રાજ્યના 85 ટકા યુવાનોને નોકરી આપે. સાથે જ ફિક્સ પગારધારી કર્મચારીઓને પણ કાયમી કરે. સરકાર આમ ન કરી શકે તો તેમનું સિંહાસન ખાલી કરે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે કંપનીઓમાં ગુજરાતી યુવાનોને નોકરી મળતી નથી. સ્થાનિક યુવાનો બેરોજગાર છે. ત્યારે આવા બેરોજગાર યુવાનોના નોકરી મળે તેવી જોગવાઇ સરકારે કરવી જોઇએ. અલ્પેશ ઠાકોરની આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. આ યાત્રા ગુજરાતના શિક્ષીત બેરોજગાર યુવાનો માટે કાઢવામાં આવી છે.

ખાસ કરીને સરકાર આટલા વર્ષોથી વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરે છે. તેમાં લાખો-કરોડોના એમોયું સાઇન થાય છે. છતાં ગુજરાતના યુવાનોને રોજગારી પ્રાપ્ત થતી નથી. જેને પગલે આ બેરોજગાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે અલ્પેશ ઠાકોરે તેમની માંગણી નહીં સંતોષાય તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ નહીં થવા દેવા અંગેની પણ ચીમકી આપી છે.

home

You might also like