આલોકનાથ સામે મુંબઈ પોલીસે બળાત્કારનો કેસ દાખલ કર્યો

મુંબઇ: મુુંબઇ પોલીસે ફિલ્મ અભિનેતા આલોકનાથ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. ઓશીવારા પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. #MeToo મૂવમેન્ટ હેઠળ ટેલિવિઝન લેખિકા વિનીતા નંદાએ થોડા સમય પહેલાં અભિનેતા આલોકનાથ વિરુદ્ધ યૌનશોષણનો આરોપ મૂકયો હતો. ત્યાર બાદ અન્ય કેટલીયે અભિનેત્રીઓએ આલોકનાથ વિરુદ્ધ દુર્વ્યવહારની વાત કરી હતી, જોકે આલોકનાથેે આ આરોપોને જૂઠ્ઠા ગણાવીને રદિયો આપ્યો હતો.
થોડા દિવસ પહેલાં આલોકનાથે વિનીતા નંદા વિરુદ્ધ માનહા‌િનનો કેસ દાખલ કર્યો હતો. તેમની પત્નીએ ૧ર ઓકટોબરના રોજ અંબોલી પોલીસ સ્ટેશનમાં એક પત્ર લખ્યો હતો. આલોકનાથે નીચલી કોર્ટને પણ અનુરોધ કર્યો હતો કે તેઓ તેમની વિરુદ્ધ કરવામાં આવેલ માનહાનિ કેસની નોંધ લે અને તેની તપાસ કરાવે.
#MeToo ઝુંબેશ હેઠળ જે લોકો પર યૌનશોષણના આરોપ લાગ્યા હતા તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવા અને તેમની સામે ખટલો ચલાવવાની માગણી માટે દાદ માગતી બે અરજી સુપ્રીમ કોર્ટે ગત સોમવારે ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે પીડિતા સ્વયં અદાલતનો સંપર્ક કરશે ત્યારે જ તેના પર વિચારણા કરવામાં આવશે.
ચીફ જસ્ટિસ રંગન ગોગોઇ, જસ્ટિસ એ.કે.કોલ અને જસ્ટિસ કે.એમ. જોસેફની બેન્ચે વકીલ એમ.એલ. શર્મા અને મહેશકુમાર તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલ બે અલગ અલગ પીઆઇએલને ફગાવી દીધી હતી.

You might also like