જે બટાલિયન માટે કારગિલમાં પિતા થયા શહિદ, હવે દીકરો સંભાળશે તેની કમાન

હિતેશ કુમાર તે સમયે ફક્ત 6 વર્ષના હતા જ્યારે તેમના પિતા અને લાન્સ નાયક બચ્ચન સિંહ 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા. રાજપુતાના રાયફલના સિંહ 12 જૂન 1999માં તોલોલિંગમાં શહીદ થયા હતા. જ્યારે હિતેશને આ ખબર મળી તો તેમણે પ્રતિજ્ઞા લીઘી હતી કે તેઓ મોચા થઈને ભારતીય સેનામાં ભર્તી થશે. અને 19 વર્ષ બાદ હિતેશ દેહરાદૂનની ભારતીય સૈન્ય અકાદમીથી લેફ્ટનેન્ટ બનીને પાસ થયા.

ફક્ત એટલુ જ નહિ તે પોતાના પિતાની બટાલિયનનો જ ભાગ બન્યા. સૈન્ય અકાદમીની પાસિંગ આઉટ પરેડ બાદ કુમારે પોતાના શહિદ પિતાને મુઝફ્ફરનગરના સિવિલ લાઈંસ ક્ષેત્રમાં શ્રદ્ધાંજલી આપી. હિતેશે કહ્યુ, ’19 વર્ષ સુધી મે ફક્ત ભારતીય સેનામાં ભર્તી થવાના સપના જોયા. આ મારી માતાનું પણ સપનું બની ગયુ હતુ. હવે હુ પુરૂ ઈમાનદારીથી અને ગર્વની સાથે દશની સેવા કરવા માંગુ છુ.’

હિતેશના માતા કમેશ બાળાએ રોતા રોતા કારગિલ શહીદના મેમોરિયલ પર કહ્યુ, ‘બચ્ચનના શહીદ થયા બાદ જીવન ખુબ અઘરુ બની ગયુ હતુ. મે મારુ આખુ જીવન મારા બંન્ને દિકરાઓના પાલન-પોષણ કરવામાં સમર્પિત કરી દિધુ.’ આજે હુ ખુબ ખુશ છુ કે હિતેશ સેનાનો ભાગ બની ગયા છે. તેમનો નાનો ભાઈ હેમંત પણ સેનામાં ભર્તી થવાની તૈયારી કરી રહ્યો છે. તેનાથી વધારે હું કઈ નથી માંગી શકતી.

You might also like