બદામમાં તમે માનો છો એટલી કેલરી હોતી નથી

ડ્રાયફ્રુટ્સ ગમે તેટલા હેલ્ધી હોય પરંતુ તે કેલરીથી ભરપૂર હોય છે. બદામ પણ હેલ્ધી હોવા છતાં વધુ કેલરી ધરાવતી ચીજ માનવામાં અાવે છે, પરંતુ અમેરિકાના નિષ્ણાતોની ટીમનું કહેવું છે કે બદામમાં અત્યાર સુધી ધારવામાં અાવી છે તેના કરતાં ઓછી કેલેરી હોય છે. બદામ ખાધા બાદ તેમાંથી કેટલી કેલરી લોહીમાં સોસાય છે અને એ કેલરીનું હકીકતમાં પાચન થાય છે. એ માટેની ક્લિનિકલ ટ્રાયલ વૈજ્ઞાનિકોએ કરી હતી. બદામમાં ધાર્યા કરતાં ૨૫ ટકા ઓછી કેલરી હોય છે. અત્યાર સુધી ૧૦૦ ગ્રામ બદામમાં ૫૭૬ કેલરી હોવાનું માનવામાં અાવતું હતું, પરંતુ નવા અભ્યાસ મુજબ બદામમાં ૨૫ ટકા ઓછી એટલે કે અાશરે ૪૪૦ કેલરી હોય છે. તેવું નિષ્ણાતોનું માનવું છે.

home

You might also like