મોદી સરકાર કાશ્મીરી મુસ્લિમોનો સફાયો કરી રહ્યું છે : પાકિસ્તાન

ઇસ્લામાબાદ : કાશ્મીરમાં પોતાની નાપાક હરકતો કરતુ રહેતુ પાકિસ્તાને ગુરૂવારે ઉલ્ટુ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાકિસ્તાને દાવો કર્યો કે હિંદૂ સંગઠન જમ્મુ ક્ષેત્રમાં કાશ્મીરી મુસ્લિમોનો સફાયો કરી રહ્યું છે. આ પ્રકારનાં સમૂહોને ભારત સરકારનું સમર્થન પણ પ્રાપ્ત થઇ રહ્યું છે.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા નફીસ જકારિયાએ આરોપ લગાવ્યો કે ભારતીય સુરક્ષાદળ નકલી એન્કાઉન્ટરમાં કાશ્મીરીઓને ઠાર કરી રહ્યા છે. પાકિસ્તાન કાશ્મીરીઓના મોતની નિંદા કરે છે. પ્રવક્તાએ કહ્યું કે હિંદૂ આતંકવાદી સંગઠન અને સશસ્ત્ર ગ્રામીણ સંરક્ષણ સમિતી જમ્મુ ક્ષેતરમાં કાશ્મીરી મુસ્લિનો સફાયો કરી રહ્યા છે.

પ્રવક્તાએ કહ્યું કે, હિંદૂ આતંકવાદી સંગઠન અને સશસ્ત્ર ગ્રામીણ સંરક્ષણ સમિતીઓ જમ્મુ ક્ષેત્રમાં કાશ્મીરી મુસ્લિમોને સાફ કરી રહ્યા છે. જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી આ પ્રકારના સંગઠનોએ કાશ્મીરમાં સરકારી તંત્રનું સમર્થન મળી રહ્યું છે. જેના કારણે મોટા પ્રમાણમાં કાશ્મીરી મુસ્લિમ પરિવાર વિસ્થાપિત થઇ રહ્યા છે.

જકારિયાએ કહ્યું કે, પાકિસ્તાન સતત વિશ્વ સમુદાય સમક્ષ કાશ્મીરીઓના માનવાધિકાર હનનો મુદ્દો ઉઠાવતું રહે છે. વડાપ્રધાન સરીફ આ સમયે વર્લ્ડઇકોનોમી ફોરમમાં ભાગ લેવા માટે દાવોસમાં છે. તેઓ આ દરમિયાન બીજા દેશનાં નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.

You might also like