EVM અંગેના તમામ આરોપોને ચૂંટણી પંચે વાહીયાત ગણાવ્યા

નવી દિલ્હી : હાલમાં જ આવેલ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજનીતિક દળો દ્વારા ઇવીએમમાં છેડછાડનો આરોપ લગાવાયા બાદ ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે. પંચે ઇવીએમમાં છેડછાડ થયાનાં આરોપો ફગાવી દીધા હતા. ચૂંટણી પંચે આ આરોપોને વાહીયાત અને આધારહિન ગણાવ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું કે મશીનમાં એવા ઘણા ટેક્નીકલ અને માળખાગત્ત વ્યવસ્થા છે જેનાં કારણે ઇવીએમમાં છેડછાડ કરવાનું શક્ય નથી.

ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા યથાવત્ત છે. જો કે પંચે તેમ પણ કહ્યું કે જો કોઇ ખાસ રીતે આરોપનાં સાક્ષ્ય તેની સામે મુકવામાં આવે તો તે મુદ્દાને ગંભીરતાથી ઉઠાવીને તેની તપાસ કરવામાં આવશે. પંચે તેમ પણ કહ્યું કે તેના અંગે રાજનીતિક પાર્ટીઓ અથવા કેંડિડેટ્સની તરફથી કોઇ ખાસ ફરિયાદ અથવા નક્કર પુરાવા નથી મળ્યા. પંચે કહ્યું કે ઇવીએમ છેડછાડનાં મુદ્દે બીએસપીનો પક્ષ વગર કોઇ ખાસ આરોપ છે અને તેમની પાર્ટી દાવાઓને પહેલા જ ફગાવી દીધા હતા. પંચે ગુરૂવારે કહ્યું કે કોઇ પણ તે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું કે ચૂંટણી પંચ દ્વારા ઉપયોગ ઇવીએમમાં છેડછાડ કરવામાં આવી શકે છે.

બસપા સુપ્રીમો માયાવતીએ યૂપી ચૂંટણીમાં મળેલા શરમનજક પરાજય બાદ ઇવીએમ પર સૌથી પહેલા સવાલ ઉઠાવ્યો હતો. 80 ધારાસભ્યોવાળી બસપા 403 સીટો પર થયેલી આ ચૂંટણીમાં માત્ર 19માં જ સમેટાઇ ગઇ હતી. પરિણામોને ચોંકાવનારા ગણાવતા ફરીથી જુની પદ્ધતીથી બેલેટ પેપરથી જ ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. જો કે પંચે તે તમામ આરોપો ફગાવી દીધા હતા.

You might also like