યૂપી શિયા વકફ બોર્ડનાં હટાવાયેલા સભ્યોને ફરી નિમણૂંક આપવા હાઇકોર્ટનો આદેશ

લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને શુક્રવારે હાઇકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારનાં તે આદેશને રદ્દ કરી દીધો જેનાં હેઠળ શિયા વક્ફ બોર્ડનાં 6 સભ્યોને હટાવી દીધા છે. જસ્ટિસ રંજન રોય અને જસ્ટિસ એસ.એન અગ્નિહોત્રીની વેકેશન બેન્ચે કહ્યું કે હટાવાયેલા સભ્યોને પક્ષ મુકવાની તક નથી આપવામાં આવી, જો કે વકફ એક્ટ 1995 હેઠળ અનિવાર્ય છે.

જો કે કોર્ટે સરકારની આ છૂટ આપી છે કે, તેઓ કાયદા અનુસાર નવેસરથી કાર્યવાહી કરી શખે છે. ઉલ્લેખનીય છેકે રાજ્ય સરકારે 16 જૂને 6 સભ્યોને તેમ કહીને હટાવી દીધા હતા કે તેઓ વકફ બોર્ડની સંપત્તિનાં મુદ્દે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા.

You might also like