ભારત બંધના પગલે રાજ્યભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ કાર્યકર્તાઓએ વાહનો રોકી કર્યો વિરોધ

કોંગ્રેસ દ્વારા ભારત બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા બંધ કરાવીને વિરોધ નોંધાવ્યો છે. શિલજ-રાંચરડા રોડ પર વાહનો રોકીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ST, AMTS સહિતના વાહનો રોકીને ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો.

કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે ભારતબંધનું એલાન આપ્યું છે. વડોદરામાં મોડી રાત્રે 5 જેટલા અજાણ્યા શખ્સોએ માર્ગ પર ટાયર સળગાવ્યા હતા.શહેરના રાજમહેલ રોડ પર આવેલી ખાણીપીણીની બજાર પાસે આ આગ ચંપી કરી હતી..જેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવીને ટાયરો માર્ગ પરથી સાઈડમાં ખસેડયા હતા. જ્યારે બંધના એલાન પૂર્વે ટાયર સળગાવીને છમકલું કરનારા શખ્સોની પોલીસે તપાસ હાથ ધરી છે.

કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે ભારતબંધનું એલાન આપ્યું છે. વડોદરામાં મોડી રાત્રે 5 જેટલા અજાણ્યા શખ્સોએ માર્ગ પર ટાયર સળગાવ્યા હતા. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલી ખાણીપીણીની બજાર પાસે આ આગ ચંપી કરી હતી. જેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ પર કાબૂ મેળવીને ટાયરો માર્ગ પરથી સાઈડમાં ખસેડયા હતા. જ્યારે બંધના એલાન પૂર્વે ટાયર સળગાવીને છમકલું કરનારા શખ્સોની પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશભરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાના વિરોધમાં બંધનું એલાન આપ્યું છે. અરવલ્લીમાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈ-વે પર ટાયર સળગાવવામાં આવ્યા. શામળાજી પાસે કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા. જેના કારણે બન્ને બાજુ ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનનોની લાંબી કતાર લાગતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હાઈ-વે ખુલ્લો કરાવ્યો હતો.

You might also like