આવતા વર્ષે દરેક ફોનમાં મળશે આ ફિચર

નવી દિલ્હી: મહિલા સુરક્ષાને જોતાં 2017થી બધા મોબાઇલ ફોન્સમાં ‘પેનિક બટન’ હશે. હવે દિવસ-રાત બિંદાસ મુસાફરી કરી કરવાની આઝાદીની સાથે સુરક્ષાનો અહેસાસ પણ કરાવશે. આ નવા ફિચર વિના આવતા વર્ષે કોઇપણ ફોનનું વેચાણ થશે નહી.

મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં બધા મોબાઇલ નિર્માતાઓએ આ પ્રકારના મોબાઇલ બનાવવાનું શરૂ કરી દીધું છે જેમાં પેનિક બટન આપવામાં આવ્યું હોય અને આ 1 જાન્યુઆરી 2017થી તમારા હાથમાં હશે. આ ઉપરાંત 1 જાન્યુઆરી 2018થી બધા મોબાઇલ્સમાં જીપીએસ સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

આ ફેસેલિટી દ્વારા તમારે એક બટનને ફક્ત લોંગ પ્રેસ કરવું પડશે અને આમ કરવાની સાથે જ તમારા પરિવાર કે મિત્રોને એક એલર્ટ આપમેળે જતો રહેશે. આ ઉપરાંત તમારું લોકેશન પણ ખબર પડી જશે. આ પગલાંને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય અને આઇટી અને ટેલિકોમ્યૂનિકેશના મદદથી અને દિશાનિર્દેશોને જોતાં ભરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જે મોબાઇલ હાલ બની ગયા છે, તેના માટે ચર્ચા ચાલુ છે અને હજુ પ્લાન બનાવાનો બાકી છે. ટેલીકોમ મંત્રી રવિ શંકર પ્રસાદે એક નિવેદનમાં કહ્યું કે ‘ટેક્નોલોજી જ માનવ જીવનને સારી બનાવે છે અને 1 જાન્યુઆરી 2017થી મહિલાઓની સિક્યોરિટીને સુનિશ્વિત કરવા માટે પહેલ કરવામાં આવશે. પેનિક બટન વિના ભારતમાં કોઇ સેલફોન વેચાશે નહી. સાથે જ 1 જાન્યુઆરી 2018થી બધા મોબાઇલ સેટમાં જીપીએસ ઇનબિલ્ટ જોવું જોઇએ.

You might also like