સર્વદળીય બેઠકમાં GST પર સહમતિના સંકેત, PM મોદીએ વ્યક્ત કર્યો આભાર

નવી દિલ્હી: સંસદ સત્ર પહેલાં સર્વદળીય બેઠક દરમિયાન મોદી સરકારને મોટી સફળતા મળતી જોવા મળી રહી છે. વિપક્ષી દળો દ્વારા પણ બિલ પર સમર્થનના સકારાત્મક સંકેત સામે આવ્યા છે. બેઠક બાદ કોંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે કોંગ્રેસ ‘જન સમર્થક, વિકાસ સમર્થક’ કોઇપણ ખરડાને સમર્થન કરશે.

સંસદના મોનસૂન સત્રની સોમવારથી શરૂઆત થઇ રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર વસ્તુ તથા સેવાકર (જીએસટી) બિલ પાસ કરાવવાની સંભાવનાને લઇને આશાવાદી વલણ અપનાવે એવું જોવા મળી રહ્યું છે. બેઠક બાદ સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે પણ બિલ પર સરકારનું સમર્થન કરવાની વાત કહી.

જેટલીએ કરી વિપક્ષના નેતાઓ સાથે વાતચીત
આ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની ગુરૂવારે રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને ઉપનેતા આનંદ શર્મા સાથે મુલાકાત બાદ સરકારના મેનેજર્સને આશા છે કે જીએસટી બિલ સંસદના બે સદનોમાં સરળતાથી પાસ થઇ જશે.

તમામ મુદ્દાઓથી ઉપર રાષ્ટ્રીય હિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં કહ્યું કે રાષ્ટ્રીય હિતોને આપણે બાકી તમામ મુદ્દાઓથી ઉપર રાખવા પડશે. કારણ કે આપને બધા ફક્ત પોતાની પાર્ટીના નહી પરંતુ જનતાના પણ પ્રતિનિધિ છીએ. તેમણે કહ્યું કે જીએસટી સહિત તમામ જરૂરી બિલને મોનસૂન સત્રમાં લાવવામાં આવશે. તેમને આશા વ્યક્ત કરી કે બિલને લઇને સદનમાં સારી અને સ્તરીય ચર્ચા થશે.

ફક્ત ક્રેડિટ લેવા માટે નથી જીએસટી
પીએમ મોદીએ સંસદીય કાર્ય મંત્રી તરફ બોલાવવામાં આવેલી બેઠકમાં બધા પક્ષોને કાશ્મીર પર એક સ્વરમાં બોલવા માટે આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે જીએસટી જેવા જરૂરી બિલને લઇને સરકાર ક્રેડિટ લેવાની હોડમાં નથી. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક સાંજે થશે.

કોંગ્રેસે અટકાવી રાખ્યું છે બિલ
ખાસકરીને રાજ્યસભામાં જ્યાં સંખ્યા બળથી કોંગ્રેસ અત્યાર સુધી આ બિલને અટકાવી રાખવામાં સફળ રહી છે. જો કે કોંગ્રેસ દ્વારા પણ અત્યાર સુધી આ વિશે અંતિમરૂપે કશું જ કહેવામાં આવ્યું નથી. સરકારી પક્ષનું કહેવું છે કે આઝાદ અને શર્મા સાથે તેમની વાતચીત સારી રહી હતી.

કોંગ્રેસે બનાવી રનનીતિ
બીજી તરફ મોનસૂન સત્ર પહેલાં કોંગ્રેસના ટોચના નેતાઓએ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી જીએસટી બિલ સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાની રણનિતી તૈયાર કરવા માટે ચર્ચા કરી.

સોનિયા અને રાહુલને મળ્યા સિનિયર નેતા
સોનિયા ગાંધીના આવાસ પર યોજાયેલી બેઠકમાં રાજ્યસભામાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત તમામ નેતાઓએ ભાગ લીધો. સરકારે શનિવારે કોંગ્રેસ સાથે સંપર્ક કરી જીએસટી બિલને પાસ કરાવવામાં તેમનો સહયોગ માંગ્યો હતો. આ છેલ્લા કેટલાક સમયથી પેન્ડિંગ હતો.

બંને સદનોમાં ગૂંજશે અરૂણાચલનો મુદ્દો
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ બંને સદનોમાં અરૂણાચલ પ્રદેશ સરકાર વિશે સુપ્રીમ કોર્ટના તાજેતરના ફેંસલાને લઇને સરકાર અને ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરશે. આ ફેંસલા હેઠળ કોર્ટે 15 ડિસેમ્બર 2015ની કોંગ્રેસ સરકારને બહાલ કરી છે. આ દરમિયાન વિપક્ષના ઘણા પક્ષોએ કાશ્મીરની સ્થિતિ પર પણ સર્વદળીય બેઠક બોલાવવાની માંગ કરી છે.

You might also like