નવી હ્યુન્ડાઈ vernaનો બુકિંગ શરૂ, 22 ઓગસ્ટના રોજ થશે લોન્ચ

હ્યુન્ડાઇએ તેની નવી વરનાનો ઓફિશિયલ બુકિંગ શરૂ કર્યુ છે, તેને 25,000 રૂપિયામાં બુક કરી શકાય છે. નવી વરનાને 22 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. તે નવા 2 પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યું છે. વેબસાઈટ કારદેખો ડોટ કોમ અનુસાર તેનો મુકાબલો હોન્ડા સિટીથી રહશે.

નવી હ્યુન્ડાઇ વરનામાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનનો વિકલ્પ મળેશે. પેટ્રોલ વેરિઅન્ટમાં 1.6 લિટર ડ્યૂલ વીટીવીટી એન્જિન મળશે, જે 123 પીએસ પાવર અને 155 એનએમનું ટોર્ક આપશે. ડીઝલ વેરિઅન્ટમાં 1.6 લિટર યુ2 સીઆરડીઆઈ વીજીટી એન્જિન મળશે, જે 128 પીએસ પાવર અને 260 એનએમનું ટોર્ક આપશે. બંને એન્જિન સાથે 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનુ સ્ટાન્ડર્ડ મળશે. સાથે બંનેમાં 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળશે.

હ્યુન્ડાઇએ મગળવારે તેની 2018 નવી વરનાના ફોટા રજુ કર્યા છે . જેમાં વરનાને સનરૂફની સાથે દર્શાવવામાં આવ્યું છે. વેબસાઈટ કારદખો ડોટ કોમ અનુસાર, ભારતમાં લોન્ચ થનારી વરનામાં આ ફિચર્સ પ્રથમ વખત મળી રહ્યું છે. શક્યતા છે કે તેને ટોચની વેરિયેન્ટ એસએક્સ (ઓ) માં સનરૂફ આપી શકાય છે. હાલમાં માત્ર આ સેગમેન્ટમાં હોન્ડા સીટીની કાર છે, જેમાં સનરૂફ આપ્યો છે.

You might also like