હાઇકોર્ટનો આદેશ: ફાઇનલ સહિત IPL ની 13 મેચ મહારાષ્ટ્રથી બહાર થશે શિફ્ટ

મુંબઇ: આઇપીએલ 2016ની મેચોને લઇને બોમ્બે હાઇકોર્ટે બુધવારે મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ બાદ આઇપીએલની મેચ થઇ શકશે નહી. ફાઇનલ સહિત કુલ 13 મેચ મહારાષ્ટ્રમાં આયોજિત થનાર છે. રાજ્યમાં દુકાળને લઇને આ મેચોનો વિરોધ થઇ રહ્યો છે.

કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં રાજ્ય સરકારે બીસીસીઆઇ દ્વારા પાણીને લઇને કરેલા વાયદાની નજર રાખવાનો વિશ્વાસ અપાવ્યો છે. બીસીસીઆઇ દ્વારા કોર્ટે કહ્યું કે મેચોને બહાર ખસેડવાથી તેમને મોટું નુકસાન થશે. તેનાપર કોર્ટે કહ્યું કે સાચી વાત છે કે મેચને શિફ્ટ કરવી આ મામલાનું સ્થાયી સમાધાન નથી, પરંતુ પાણીને દુકાળગ્રસ્ત વિસ્તારોને રાહત મળી શકશે.

આઇપીએલ કમિશ્નર રાજીવ શુક્લાએ આ ફેંસલા બાદ કહ્યું કે મહારાષ્ટ્રમાં ગત બે વર્ષોથી દુકાળની સમસ્યા છે. આપણે જાગૃત થઇને ખેડૂતોની મદદ કરવી પડશે. આઇપીએલની એક ટીમની માલિક પ્રીતી ઝિંટાએ ખેડૂતોની મદદની ઓફર કરી હતી. આ પહેલાં મુંબઇ અને પૂણે ટીમે પણ દુકાળગ્રસ્ત વિસ્તારો માટે 5-5 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હતી.

એમસીએ પ્રેસિડેન્ટ અજય શિર્કેએ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરવાની મનાઇ કરી દીધી છે. તેમણે કહ્યું કે અમે હજુ સુધી આ મુદ્દે કોઇ ચર્ચા કરી નથી.  આ પહેલાં કોર્ટે મંગળવારે બીસીસીઆઇને પૂછ્યું હતું કે શું તે પૂણેથી આઇપીએલ મેચ હટાવીને બીજે ક્યાંક કરી શકે છે? કોર્ટે બોર્ડને બુધવાર સુધી જવાબ આપવાનું કહ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઇ મહારાષ્ટ્રથી આઇપીએલ મેચોને ખસેડવાની તૈયારીમાં લાગી ગઇ છે. તેને કાનપુર, રાંચી અને ઇન્દોરને મેચો માટે તૈયાર રહેવા માટે એલર્ટ કર્યું છે.

હાઇકોર્ટે ગત સુનાવણીમાં મેદાનો માટે ભારે માત્રામાં પાણીના ઉપયોગ માટે બીસીસીઆઇની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ વી એમ કનાડે અને એમ એસ કાર્ણિકની બેંચે બિન સરકારી સંગઠન લોકસત્તા આંદોલન દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી પર સુનાવણી કરતાં આ સવાલ કર્યો હતો. રાજ્યમાં દુકાળ હોવાછતાં સ્ટેડિયોમાં ભારે માત્રામાં પાણીનો ઉપયોગ કરવાને પડકારતાં અરજી દાખલ કરી હતી.

You might also like