UP ચૂંટણીમાં EBC વોટોની પર છે બધા નેતાઓની નજર

નવી દિલ્હી: છેલ્લે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 15 ટકા વોટ મળ્યા હતાં અને 2014માં લોકસભા ચૂંટણીમાં તેનો વોટ શેર વધારીને 42.63 ટકા વધઈ ગયો. આ વધારામાં રાજ્યની વધારે પછાત જાતિઓને મહત્વનો રોલ રહ્યો છે, જેને બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીને છોડીને ભાજપને વોટ આપ્યો.

ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ખતમ થઇ જવાની સાથે હવે રાજનિતીક ફોકસ ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં શિફ્ટ થઇ ગયું છે, જ્યાં ભાજપ 2014ના લોકસભા ચૂંટણીની જેમ પર્ફોમન્સ કરવાની આશા કરવામાં આવી રહી છે. જો કે, રાજ્યમાં ભાજપની બે મહત્વની પાર્ટીઓ એસપી અને બીએસપીએ વધારે પછાત જાતિઓના વોટરો વચ્ચે પહોંચ વધારવાની પ્રયત્ન ઝડપી કરી લીધા છે.

લોકસભાની ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન પછી ભાજપને ઉમ્મીદ છે કે જો તે હિંદુત્વ અને ઇબીસી કાર્ડ સારી રીતે વાપરવામાં સફળ રહે છે, તો આ વખતએ રાજ્યમાં તેમની સરકાર બની શકે છે. ઉત્તર પ્રદેશમાં વધારે પછાત જાતિઓના વોટરોની સંખ્યા 30 ટકા છે. ઇબીસી કેટેગરીમાં કુર્મી, લોધ અને કોઇરી વોટરોની સંખ્યા વધારે છે. લોધ સમુદાયના લોકો હંમેશા ભાજપ સાથે રહ્યા છે. કારણ કે કલ્યાણ સિંહ, ધર્મપાલ અને ઉમા ભારતી જેવા પાર્ટીના નેતા આ જાતિમાંથી આવે છે.

પાછળની લોકસભાની ચૂંટણી પછી માયાવતીએ 20 મે 2014ના રોજ લખનઉમાં પાર્ટી કાર્યકર્તાઓની બેઠકમાં કહ્યું હતું કે, મુસલમાનો, ઓબીસી અને સવર્ણ જાતિઓનો વોટ ભાજપ અને સમાજવાદી પાર્ટીના પક્ષમાં વહેંચાઇ જવાના કારણે આ અભૂતપૂર્વ પરિણામ મળ્યું છે.

You might also like