અખિલેશે માની ઝઘડાની વાત, બોલ્યો કેટલાક નિર્ણય જાતે લઉં છું

728_90

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કાકા શિવપાલ વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે હવે અખિલેશે પોતાનું મૌન તોડ્યું છે. અખિલેશે ઝઘડાની વાતને સ્વિકારી છે. તેણે કહ્યું કે આ ઝઘડો પારિવારીક નહીં પરંતુ સરકારનો છે. અખિલેશે કહ્યું નેતાજી (મુલાયમ સિંહ યાદવ)નો નિર્ણય સૌથી ઉપર હોય છે. તેમણે તેમની સાથે વાત કરીને જ આ નિર્ણય લીધો છો. સાથે એમ પણ કહ્યું કે કેટલાક નિર્ણયો તેમણે જાતે પણ લીધા છે. ગઇ કાલે રાત્રે અખિલેશ યાદવે કાકા શિવપાલ પાસેથી મહત્વના ખાતા છીનવી લીધા છે.

લખનઉના એક કાર્યક્રમમાં શિવપાલ અંગે પૂછવામાં આવેલા સવાલમાં અખિલેશે કહ્યું છે આ પારિવારીક ઝઘડો નથી. તેણે કહ્યું કે પરિવારની વાત હોય ત્યાં સુધી પિતાનું કહેલું માનવામાં આવે છે. સરકારમાં નિર્ણય લેવાની વાત આવે તો હું તેમના કહેવાથી કેટલાક નિર્ણય કરૂ છું પરંતુ કેટલાક નિર્ણય હું જાતે પણ કરૂ છું. શિવપાલ અને અખિલેશ બંને નેતાજીના નિર્ણયને માન આપશે તેમ બંનેએ કહ્યું હતું.


શિવપાલ અને અખિલેશ બંને પોતાના નિર્ણય પર અડગ છે. બંને નેતાઓને હાલ મનાવીને વચ્ચેનો રસ્તો નિકળવાનો પ્રયાસ ચાલી  રહ્યો છે. પરંતુ બંનેએ તમામ પ્રસ્તાવોને નકારી દીધા છે. આ ગતીવિધી પછી મુખ્ય સચિવ સ્તરના અધિકારીઓના કામકાજમાં પણ પરિવર્તન આવી શકે છે. ઉલ્લેખનિય છે કે પાર્ટીના મુખિયા મુલાયમ સિંહ યાદવે પુત્ર અખિલેશ અને ભાઇ શિવપાલને દિલ્હી બોલાવ્યા છે. પરંતુ અખિલેશ દિલ્હી જઇ  શક્યા નથી. તો રામ ગોપાલ યાદવ આનાન કાનનમાં દિલ્હીથી લખનઉ જવા રવાના થઇ ગયા છે. હાલ અખિલેશને મનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. કાકા ભત્રીજાની લડાઇને કારણે પાર્ટીમાં પણ ખળભળાટ થઇ ગયો છે.

મુલાયમે એક દિવસ પહેલાં જ અખિલેશને હટાવીને શિવપાલને પાર્ટીના નવા યૂપી પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. જ્યારે અખિલેશે શિવપાલ પાસેથી પીડબલ્યુડી જેવું મહત્વનું ખાતુ પરત લઇ લીધું હતું. ત્યારે શિવપાલ રાજીનામુ આપશે તેવી અટકણોએ જોર પકડ્યું હતું. જો કે શિવપાલ નેતાજીને મળ્યા પછી જ કોઇ પણ પ્રકારનો નિર્ણય કરશે તેવું જણાવ્યું હતું.

આ સાથે જ અખિલેશે સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા વિખવાદ પાછળ બહારની વ્યક્તિની દખલગીરી હોવાનું જણાવ્યું છે. અમર સિંહ પર નિશાન સાધતા અખિલેશે કહ્યું કે પરિવાર એક છે, ઝગડો સરકારનો છે. ઘરના લોકો, બહારના લોકો હસ્તક્ષેપ કરે તો પાર્ટી અને સરકાર કેવી રીતે ચાલી શકે. પીડબલ્યુ ડી મિનિસ્ટર જાણે છે કે ચીફ સેક્રેટરીને કોણે હટાવ્યા. એ સાચુ છે કે કેટલાક નિર્ણય મેં લીધા છે. કેટલાક નેતાજીએ લીધા છે. પણ તેમની વાત કોણ નથી માનતું. જો કે અખિલેશે અમર સિંહ અંગે કાંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.

You might also like
728_90