રાહુલ પર ટ્વિટ કરીને આકાશવાણી પર આવ્યું ધરમસંકટ

નવી દિલ્હી : આકાશવાણી પોતે કરેલા ટ્વિટનાં કારણે ફસાઇ ગયું છે. વાત જાણે એમ છે કે આકાશવાણીએ rss પર ટીપ્પણી કરીને માનહાનીનો કેસ લડી રહેલા રાહુલે સ્ટેન્ડ બદલવા અંગે રાહુલ ગાંધીની ટીકા કરી હતી. ટ્વિટમાં લખ્યું કે પહેલા તેઓ કેમ ડરી રહ્યા હતા, હવે અચાનક કોઇને બદનામ કરવા માટેનું સાહસ ક્યાંથી આવ્યું. જો કે આ ટ્વિટ સામે આવ્યા બાદ હોબાળો થવા લાગ્યો હતો. જેનાં કારણે આકાશવાણીએ આ ટ્વિટ ડીલીટ કરી દીધું હતું. કોંગ્રેસે આ મુદ્દે સરકારને નિશાન પર લઇને આ ઘટનાને શરમજનક ગણાવી હતી.

કોંગ્રેસે સુચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડૂને સવાલ કર્યો કે સરકારી પ્રચારકોને ભગવા એજન્ડાનો પ્રયાસ કરવા માટેની પણ છુટ આપવામાં આવી છે. કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ટીપ્પણીઓ ઉતાવળે હટાવી દેવાઇ છે પરંતુ પ્રસારક આરએસએસનાં એજન્ડાને આગળ વધારતા રંગે હાથે પકડાઇ ગયા છે. સુરજેવાલે પોતાનાં ટ્વિટમાં ડીલીટ કરાયેલ આકાશવાણીનાં ટ્વિટનો સ્ક્રિન શોટ પણ એટેચ કર્યો હતો. તેમણે કહ્યું કે આકાશવાણીએ પોતાનાં ટ્વિટ પર અડગ રહેવું જોઇએ. પાછું ન હટવું જોઇએ.

થોડા કલાકો બાદ આકાશવાણીએ ટ્વિટ હટાવવાની માહિતી આપવા માટે નવું ટ્વિટ ક્રયું હતુ. જેમાં કહેવામાં આવ્યું કે ટ્વિટને ડિલીટ કરવાનાં કારણે તે ટ્વિટ સંપાદકિય માનક અનુસાર નહોતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં મહારાષ્ટ્રનાં ઠાણેમાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસનાં કાર્યકર્તાઓએ ગાંધીની હત્યા કરી હતી. આજે તેનાં જ લોકો ગાંધીની વાત કરે છે. ત્યાર બાદ રાહુલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

You might also like