ઓલ ઇન્ડિયા રેડિયો બલૂચ ભાષામાં સર્વિસ ચાલુ કરશે : મોદીનો નવો દાવ

નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા રેડિયો ટુંક જ સમયમાં પાકિસ્તાનનાં બલૂચિસ્તાન અને બીજા વિસ્તારોમાં રહેતા લોકો માટે બલૂચ ભાષામાં કાર્યક્રમ ચાલુ કરવા જોઇ રહ્યું છે. AIR સુત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ મંજુરી આપી દીધી છે. તેમણે જણાવ્યું કે બલૂચી ભાષામાં AIRની હાલની સેવાનું વિસ્તરણ કરવામાં આવશે. જેમાં ન્યૂઝ અંગેનાં કાર્યક્રમોની સંખ્યામાં વધારો કરવામાં આવી શકે છે.

આ નવા ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસી નેતાએ કહ્યું કે મને લાગે છે કે આ સરકારની નીતિનો એક હિસ્સો છે. મારૂ માનવું છે કે આમાં કાંઇ વાંધાજનક નથી. કારણ કે AIR પર અન્ય ભાષાઓમાં પણ કાર્યક્રમો પ્રસારિત થાય જ છે. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે બલૂચિસ્તાન, ગિલગિટ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં માનવાધિકારોનાં ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ગિલગિટ, બલૂચિસ્તાન અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ઘેરતા મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતુ કે, છેલ્લા કેટલાક સમયથઈ ગિલગિટ, બલૂચિસ્તાન અને પાકિસ્તાન કબ્જાનાં કાશ્મીરનાં લોકોએ મારા પ્રત્યે જે સદ્ભાવનાં વ્યક્ત કરી છે, તેના માટે હું તેમનો આભારી છું. તે જમીન મે ક્યારે જોઇ નથી પરંતુ ત્યાંના લોકો મારો આદર કરે છે તે મારા અને દેશ બંન્ને માટે સન્માનની બાબત છે. પાકિસ્તાન કબ્જાનાં કાશ્મીર, બલૂચિસ્તાન અને ગિલગિટનાં લોકો પ્રત્યે હું હૃદયપુર્વક આભાર વ્યક્ત કરૂ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનનાં લોકો પર પાકિસ્તાની લશ્કર દ્વારા અમાનવીય ત્રાસ વર્તાવાતો હોવાનાં અવારનવાર અહેવાલો આવે છે. તો બીજી તરફ પીઓકેનાં લોકો પણ પાકિસ્તાનથી છુટા પડવાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન તમામ આતંકવાદી કેમ્પો આ વિસ્તારમાં જ ચલાવે છે. જેનાં કારણે સ્થાનિકો પણ પરેશાન છે.

You might also like