સમગ્ર ઈતિહાસ બદલી નાખે એવા હત્યાકાંડ ક્યાં સુધી ચાલતા રહેશે?

અમેરિકાના ફલોરિડા પ્રાંતના ઓર્લાન્ડો શહેરની અેક નાઈટ ક્લબમાં થયેલ ફાયરિંગની ઘટનાએ વિશ્વને હચમચાવી દીધું છે. આજે ચારેકોર જે રીતે જાતિ, ધર્મ અને સમુદાય આધારિત ઘૃણાનો પ્રસાર થઈ રહ્યો છે તે રીતે જોતાં આ ઘટનાને તેની દેન ગણી શકાય. ઘટનાને અંજામ આપનાર શખ્સ ઓમર મ‌િતન આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો છે, પરંતુ આવો હુમલો તેણે આઈઅેસઆઈઅેસના આદેશથી કર્યો હોય તેવું લાગતું નથી. તે મનોરોગી વ્યક્તિ હોવાનું કહેવાય છે, પરંતુ તેણે જે કૃત્ય કર્યું છે તે આવેશમાં આવીને કર્યું હોવાનું કહેવાય છે, પરંતુ તેમાં તેનો ઈરાદો સ્પષ્ટ જાહેર થઈ ગયો છે.

દરમિયાન મ‌િતનની પૂર્વ પત્નીનું કહેવું છે કે મ‌િતન સમલૈંગિકોને જોતાં જ ઉશ્કેરાઈ જતો હતો, તેથી જ તેણે ફ્લોરિડાની નાઈટ ક્લબ પર હુમલો કર્યો હશે, કારણ કે આ ક્લબ સમલૈંગિકોની હતી. વાસ્તવમાં મ‌િતન િવવિધ ધર્મમાં રહેલી કટ્ટરવાદી િવચારસરણી સાથે સંકળાયેલો હતો અને તેનું માનવું હતું કે સમલૈંગિકતા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે અને આવી માન્યતાના આધારે તેનામાં રહેલી નફરતની આગે તેને ધીમે ધીમે હિંસક બનાવી દીધો હતો. મ‌િતન જન્મથી જ અમેરિકામાં રહેતો હતો અને આજ સુધીમાં તેણે એવી કોઈ હરકત કરી ન હતી કે તેનું નામ આવી હિંસક પ્રવૃત્તિમાં સામેલ હોવાનો શક કરી શકાય. તેને સુરક્ષા અધિકારી તરીકે નોકરી પણ મળી ગઈ હતી, પરંતુ અે વાત તો સ્પષ્ટ છે કે અમેિરકામાં રહીને તેના પર ઉદારવાદી અને લોકતાંત્રિક વિચારસરણીની કોઈ અસર પડી ન હતી કે જે દરેક વ્યક્તિનું અંગત રીતે પસંદ કે નાપસંદગીનું સન્માન કરવાનું અને તેનાથી વિપરીત વિચારો સાથે સોહાર્દપૂર્ણ જીવન જીવવાનું શીખવે છે અને અસર પણ કેવી રીતે પડે, જ્યાં જાતીય ભેદભાવનું જ રાજકારણ મહત્ત્વની વાત ગણાતી હોય ત્યાં સામા‌િજક સમરસતાને સ્થાન કેવી રીતે મળી શકે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રિપ‌િબ્લકન પાર્ટીના સંભ‌િવત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના આવા અેજન્ડાને આગળ વધારતાં જણાવ્યું છે કે યુઅેસમાં મુસલમાનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો જોઈઅે. અેક જવાબદાર નેતા તરીકે તેમણે આ મામલો શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈતો હતો, પરંતુ તેમણે તો આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે, તેના કારણે સમગ્ર અમેરિકામાં ઘૃણા અને હિંસાચારનો દોર શરૂ થઈ શકે તેમ છે ત્યારે આવી સ્થિતિમાં સમાજે પણ સંયમ રાખવાની જરૂર છે અને તેની પણ કાળજી રાખવાની રહેશે કે આ ઘટનાની િવશ્વના અન્ય દેશમાં વિપરીત અસર ન પડે.

ભારતમાં ઉત્તરપ્રદેશના કૈરાના કસ્બાના કેટલાક આંકડાઓનો પણ આવી રીતે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપ અેવો પ્રચાર કરી રહ્યું છે કે મુસલમાનોના ભયથી હિન્દુઓ ત્યાંથી હિજરત કરી રહ્યા છે. આવા પ્રકારની નિવેદનબાજીની પ્રતિક્રિયામાં કોઈ પણ જગ્યાએ કોમી તંગદિલી ફેલાઈ શકે છે. તેથી વિશ્વના તમામ શાંતિપ્રિય અને વિકાસશીલ દેશોઅે આગળ આવીને આવી હરકતોનો મજબૂતીથી સામનો કરવો જોઈઅે. શાંતિ અને સમરસતાની તરફેણમાં વધુ લોકોને અેકત્ર કરીને જ નફરતની રાજનીતિનો મુકાબલો કરી શકાય છે.

ફ્લોરિડામાં થયેલી ફાય‌િરંગની આ ઘટનાને ૯/૧૧ બાદનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે, જેમાં પ૦ લોકોનાં મોત થયાં હતાં અને તેના કરતાં પણ વધુ લોકોને ઈજા થઈ હતી. આ અગાઉ પણ િવશ્વના અન્ય દેશમાં મોટા આતંકવાદી હુમલા થયા છે, જેમાં મુંબઈ હુમલા, નૈરોબી હુમલા અને પેરિસ હુમલાની ઘટનામાં ૧પ૦થી વધુ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત અન્ય નાની-મોટી આતંકવાદી ઘટનાઓની તો ગણતરી જ નથી ત્યારે મ‌િતને આવું કૃત્ય કેમ કર્યું તે અંગે હજુ જાણવા મળ્યું નથી.

ઓમરના પિતાના મતે તેણે જે કંઈ કર્યું છે તેની પાછળ ધાર્મિક કારણ નથી. અે વાત અલગ છે કે તેમના પુત્રનો ગુનો ગમે તેટલો મોટો હોય, પરંતુ કોઈ પણ પિતા તેના પુત્રઅે કરેલા ગુનાને સ્વીકારવા તૈયાર નહિ થાય. ઓબામાઅે ઘટનાને એક આતંકવાદી ઘટનાગણાવી છે.

બરાક ઓબામા જવાબદારીપૂર્વક બોલનારા નેતાઓમાંથી અેક છે. આમ પણ હવે તેઓ તેમના શાસનના અંતિમ દિવસોમાં કોઈ ભૂલ કરવા નહિ માગે. તેમણે આઇએસ દ્વારા થયેલા હુમલાની જવાબદારી લેવાની અને ઓમરને અેક શહીદનો દરજજો આપવાની જવાબદારી પૂરી કરી લીધી છે. અમેરિકન સમાજ પર ખફા એવા અેક મુસ્લિમ યુવાને માનવસંહાર આચરતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

You might also like