કર્ણાટક: રાજ્યપાલ વજુભાઇ વાળા પર બધાની નજર, કોંગ્રેસ-જેડીએસ વચ્ચે બેઠક

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણના બાદ હવે ચિત્ર લગભગ સાફ થઇ ગયું છે. ભાજપ અંતિમ 104 બેઠક પર રોકાઇ ગઇ છે અને બહુમતિ આંકડાથી પાર્ટી દૂર રહી છે. કોંગ્રેસે 79 બેઠક 38 બેઠક જીતનાર જેડી(એસ)ને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે બે અન્ય ધારાસભ્યોનું પણ સમર્થન પ્રાપ્ત છે. બંને પક્ષો તરફથી રાજ્યપાલને સરકાર બનાવવા માટે દાવો રજૂ કરી દેવામાં આવ્યો છે. આજરોજ કોંગ્રેસ-જેડીએસ વચ્ચે બેઠક યોજાશે. ભાજપ તરફથી પણ રાજ્યમાં સરકાર બનાવવા કવાયત તેજ કરી દેવામાં આવી છે.

હાલમાં કર્ણાટકના રાજકારણમાં સત્તાને લઇને ગરમાવો જોવા મળી રહ્યો છે. જો કે હવે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પર બધાની નજર મંડાઇને રહેલી છે. રાજ્યપાલ સરકાર બનાવવા કોને પ્રથમ બોલાવે છે.

કર્ણાટક વિધાનસભામાં ત્રિશંકુ પરિણામ બાદ સરકાર બનાવવા માટે કવાયત તેજ થઇ ગઇ છે. મંગળવારે આવેલ પરિણામમાં બહુમતિના જાદુઇ આંકડાથી 8 બેઠક દૂર રહેલ ભાજપને સરકાર બનાવવા માટે રોકવવા કોંગ્રેસે (78) અને જેડી(એસ) 38ને કોઇપણ શરત વગર સમર્થન કરવાની જાહેરાત કરી છે. તેઓ આ અંગે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાને પણ મળ્યા હતા.

You might also like