ફેસબુક પર ડાઉનલોડ કરેલ તમામ ડેટા રાખી શકશો સુરક્ષિત, જાણો કઇ રીતે..

નવી દિલ્હી: જો તમે તમારા ફેસબુકનો તમામ ડેટા તમારી સિસ્ટમમાં ડાઉનલોડ કરવા માગતા હશો તો તમારે આ રીતે પ્રોસેસ કરવાની રહેશે. તમારે ફેસબુક ડેટા ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારું ફેસબુક એકાઉન્ટ લોગ ઈન કરવું પડશે. ત્યારબાદ રાઈટકિલક કરવાની રહેશે.

સિસ્ટમમાં રાઈટ કિલક કરતાની સાથે જ એક નવું પેજ ખૂલી જશે. તેના પર મોટા મોટા ડાઉનલોડ યોર ઈન્ફર્મેશન લખેલું જોવા મળશે.બરાબર તેની નીચે લીલા રંગની પટ્ટી પર સ્ટાર્ટ માય આર્કાઈવ લખેલુ હશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સ્ટાર્ટ માય આર્કાઈવ પર ક્લિક કરતાં જ તમારી સામે ફેસબુકનો પાસવર્ડ માગવામાં આવશે આ માટે એક નાની વિન્ડો ખૂલી જશે. ત્યારબાદ ડેટા ડાઉનલોડ કરવાની રિકવેસ્ટની એક કે બે મિનિટ બાદ જ રજિસ્ટર્ડ મેઈલ આઈડી પર મેઈલ કરવામાં આવશે. તેમાં સાથે એક લિન્ક હશે જો તમે આ રિકવેસ્ટ આપી નહિ હોય તો તમે એ લિન્ક પર કિલક કરી શકો છો.

ડેટાને ડાઉનલોડ કરવાની લિન્ક બીજા ઈ-મેઈલમાં મોકલવામાં આવશે. આ ઈ મેઈલ પણ ફેસબુક તરફથી જ મોકલવામાં આવશે. તેમાં લિન્ક મળશે. આ લિન્ક પર ક્લિક કરી તમે તમારો ડેટા ડાઉનલોડ કરી શકો છો. તેમાં પાસવર્ડ નાખતાં જ તમારો ડેટા ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે. ત્યારબાદ તમારી ફેસબુકની તમામ ડેટાની ફાઈલ તમારી સિસ્ટમમાં ડાઉનલોડ થઈ જશે. આમ ફેસબુકના શોખીનોને તેમનો તમામ ડેટા સાચવીને રાખવાની સુવિધા મળી રહેશે.અને આ રીતે તમે તમારો ફેસબુકનો ડેટા સુરક્ષિત રાખી શકશો.

You might also like