પાક. તરફથી નથી બંધ થતું ફાયરિંગ, જમ્મુની તમામ શાળાઓ બંધ

નવી દિલ્હીઃ સીમા પર સતત ચાલી રહેલા તણાવને પગલે જમ્મુ જિલ્લાની બોર્ડર વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. જિલ્લા પ્રાશાસને 80થી વધારે માધ્યમિક અને પ્રાથમિક શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ સતત સીમાપાર પરથી ફાયરિંગ થઇ રહ્યું છે. શુક્રવારે રાત્રે પાકિસ્તાન દ્વારા આરએસ પુરા સેક્ટરમાં નાના હથિયારો સાથે ફરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

રાજોરીમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દિવસ દરમ્યાન પણ પાકિસ્તાન તરફથી હીરાનગર, સાંબા અને અખનૂરમાં ફાયરિંગ થયું હતું. જોકે ભારતીય સેના દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. બીએસએફ પ્રમાણે જવાબી કાર્યવાહીમાં 7 પાકિસ્તાની રેજર્સ માર્યા ગયા છે. જ્યારે 5 પાકિસ્તાની રેન્જર્સ ઇજાગ્રસ્ત થયા છે.

આજે સવારે પણ બારમુલાના જેસ એ મોહમ્મદના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી એકે 47 અને એક પિસ્તોલ સહિત દારૂગોળા મળી આવ્યાં છે. જોકે પાકિસ્તાન આ તમામ ઘટના ક્રમને નકારી રહ્યો છે.

 

You might also like