હવે તમામ બિલોનું પેમેન્ટ એક જ સ્થળેથી થઈ શકશે

નવી દિલ્હી:  ટૂંક સમયમાં જ લોકો તમામ પ્રકારનાં બિલની અેક જ જગ્યાએથી ચુકવણી કરી શકે તેવી ભારત બિલ પેમેન્ટ સર્વિસનો આરંભ કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈિન્ડયા લિમિટેડ(અેનપીઅેસીઆઈ) દ્વારા અા સુવિધા શરૂ કરાશે. આ માટે ૪૫ જેટલી કંપનીઓ સાથે સમજૂતી થઈ છે.

આગામી જુલાઈ માસથી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવે તે અંગેની તૈયારી ચાલી રહી છે. આ માટે ૩૮ બેન્ક અને સાત કંપનીને િવવિધ પ્રકારના બિલનું પેમેન્ટ લેવાની મંજૂરી મળી છે. આરબીઆઈઅે તેને મંજૂરી આપી છે. આ માટે મુખ્ય બેન્કો સાથે બિલ ડેસ્ક, ટેક પ્રોસેસ, ઓકસી કેશ જેવી કંપનીઓ ભારત બિલ પેમેન્ટ માટેનાં આઉટલેટ ખોલશે.

આમ જનતા તેમની વિવિધ સેવાઓ જેવી કે મોબાઈલ ફોન, મ્યુનિસિપાલિટીનાં ટેક્સ અથવા પાણીનાં બિલ, બાળકોની સ્કૂલ ફી તેમજ ક્રેડિટ કાર્ડ કે અન્ય પ્રકારની સુવિધા માટેનાં બિલની રકમની ચુકવણી કરી શકે તે માટે ગમે ત્યારે કોઈપણ જગ્યાએથી પેમેન્ટ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ભારત બિલ પેમેન્ટ િસસ્ટમ માટે આરબીઆઈઅે નવેમ્બર ૨૦૧૪માં ગાઈડ લાઈન જાહેર કરી હતી. નવી પેમેન્ટ િસસ્ટમમાં ગ્રાહક ગમે ત્યારે કોઈ પણ સર્વિસ માટે કોઈ પણ જગાએથી ચુકવણી કરી શકશે.

You might also like