૩૧ માર્ચ સુધીમાં તમામ બેન્કને મોબાઈલ બેન્કિંગ શરૂ કરવાના આદેશ અપાયા

નવી દિલ્હી: સરકાર નોટબંધી બાદ વધુ ને વધુ રોકડના નાણાકીય વ્યવહાર ઘટે તથા લોકો ડિજિટલ નાણાકીય વ્યવહાર કરવા આગળ આવે તેવાં પગલાં ભરી રહી છે. જે અંતર્ગત સરકારે તમામ બેન્કોને પોતાના ગ્રાહકો માટે ૩૧ માર્ચ સુધીમાં મોબાઇલ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાના આદેશો આપ્યા છે.

ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી સચિવ અરુણા સુંદરરાજને કહ્યું હતું કે જે ગ્રાહકો પાસે મોબાઇલ છે તેઓ મોબાઇલ બેન્કિંગ માટે આગળ આવે તે માટે સક્ષમ બનાવવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે બેન્કોને આ માટે ૩૧ માર્ચ  સુધી દેશવ્યાપી અભિયાન ચલાવવા જણાવ્યું છે.

દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સપોર્ટ કરવાનું આ પહેલું પગથિયું છે. તેમણે વધુમાં કહ્યું કે અગાઉ મોબાઇલ બેન્કિંગ આ રીતે પ્રાથમિકતા ન હતી. તેથી બેન્કના ગ્રાહકો પણ મોબાઇલ બેન્કિંગ સેવાથી અળગા રહેતા હતા. ઇલેક્ટ્રોનિક અને આઇટી સચિવ સુંદરરાજને કહ્યું કે યુપીઆઇ કે ભીમ એપ ધરાવતા ગ્રાહકો સ્વયં મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરવા સક્ષમ થવા જોઇએ.
http://sambhaavnews.com/

You might also like