દરેક વ્યક્તિ મારા માટે સ્પેશિયલ છેઃ નિધિ અગ્રવાલ

આ વર્ષે ‘મુન્ના માઇકલ’થી ટાઇગર શ્રોફની ઓપોઝિટ બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકેલી નિધિ અગ્રવાલને કૃઅર્જ એન્ટરટેઇન્મેન્ટ બેનરની આગામી ફિલ્મ માટે સાઇન કરી હોવાની અટકળો થઇ રહી છે. આ અંગે પૂછતાં નિધિએ સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું કે એ વાત સાચી છે કે હું આ બેનરની ફિલ્મમાં કામ કરીશ, પરંતુ આ અંગે વધુ કહેવું ખૂબ જ ઉતાવળ ગણાશે, કેમ કે હજુ અમારી વાતચીત ફાઇનલ સ્ટેજ પર પહોંચી નથી. ઉલ્લેખનીય છે કે ‘રુસ્તમ’ અને ‘ટોઇલેટ-એક પ્રેમકથા’ની સફળતા બાદ કૃઅર્જ એન્ટરટેઇન્મેન્ટ એકસાથે ઘણી મોટી ફિલ્મો પર કામ કરી રહ્યું છે, તેમાં ‘ફન્ને ખાન’, ‘કેદારનાથ’ અને ‘પરી’ સામેલ છે.
પહેલી ફિલ્મ ‘મુન્ના માઇકલ’ ફ્લોપ રહી હોવા છતાં પણ નિધિ હતાશ થઇ નથી. તે કહે છે કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક મૂવી રિલીઝ મને આટલું બધું શીખવી દેશે. આ અનુભવથી મને બોલિવૂડ સાથે ડીલ કરવાનો ક્રેશ કોર્સ મળી ગયો છે. રિલીઝ વીકએન્ડ ડેએ મારા માટે એક રિમાઇન્ડરનું કામ કર્યું. હું જાણું છું કે મારી ડેબ્યૂ ફિલ્મમાં હું પરફેક્ટ ન હતી, પરંતુ મેં આખી જિંદગી એક્ટર બનવાની ટ્રેનિંગમાં વીતાવી નથી.

આશા છે કે હું કંઇક સુધારો લાવી શકીશ. અહીં દરેક વ્યક્તિ સ્પેશિયલ છે. ફરક એટલો છે કે અમારામાંથી ઘણા ઓછા લોકોને એવો મોકો મળે છે કે અમે અમારી ખાસિયત પર ભરોસો રાખીને જિંદગી જીવીએ, ક્યારેય હાર ન માનીએ. જ્યારે આપણે સપનાને જીવીએ છીએ ત્યારે સૌથી વધુ જીવતાં રહીએ છીએ. સપનાં પૂર્ણ કરવામાં અમારું બધું જ લગાવી દઇએ છીએ. •

You might also like