રશિયા બાદ ઇરાનમાં વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, પહાડી વિસ્તારમાં બની ઘટના, 66નાં મોત

ઇરાનનું એક યાત્રી વિમાન દૂર્ઘટનાગ્રસ્ત બન્યું છે. એક મળતાં અહેવાલ મુજબ વિમાન તેહરાનથી યસુજ જઇ રહ્યું. ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં વિમાનનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. હાલમાં મળતી સૂત્રોની માહિતી મુજબ વિમાનમાં સવાર 66 લોકોની દૂર્ઘટનામાં મૃત્યું થયા છે.

દૂર્ઘટના બાદ બધી ઇમરજન્સી ફોર્સેજને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જે વિસ્તારમાં આ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત બન્યુ છે તે પર્વતીય વિસ્તાર છે. તેહરાનથી યસુજ જઇ રહેલા ઇરાન અસેમન એરલાઇસનું વિમાન સેમિરોમ શહેર પાસે દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. દૂર્ઘટનાની જાણ થતાં આપત્તકાલીન સેવાઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

હાલમાં જ રશિયાની રાજધાની મોસ્કોની બહારના વિસ્તારમાં એક યાત્રી વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં 71 લોકોના મોત નિપજ્યાં હતા. રાજધાની કે ડોમોડેડોવ એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ થોડા સમય બાદ જ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું.

You might also like