‘કોઈ મિલ ગયા’ના ‘જાદુ’ જેવું બાળક જોવા પડાપડી થઈ

ગજરોલા: યુપીમાં અમરોણના નગલિયા મેળ સ્થિત પર્સનલ નર્સિંગ હોમમાં પ્રસવ માટે અાવેલી એક મહિલાઅે ગઈકાલે એક અસામાન્ય ચહેરો ધરાવતા બાળકને જન્મ અાપ્યો. નવજાતની અજીબ ચહેરાને લઈને લોકોમાં ભારે કુતુહલ રહ્યું અને તેને જોવા માટે ગ્રામીણોની ભીડ લાગેલી રહી. જો કે નવજાત થોડા જ કલાકોમાં મૃત્યુ પામ્યું.

અા દરમિયાન ગ્રામીણોમાં બોલિવૂડ ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ના અેલિયન જાદુ સાથે નવજાતનો ચહેરો મળતો અાવતા હોવાની ચર્ચાઅો ચાલી, સિહાલી ગૌસાઈ િનવાસી એક મહિલાને મંગળવારે સાંજે પ્રસવ પીડા શરૂ થઈ હતી. પરિવારજનો તેને નગલિયા ગામમાં લઈ ગયા.

અહીં બુધવારની રાત્રે ચાર વાગે તેણે બાળકને જન્મ અાપ્યો. નવજાતનો ચહેરો િવકૃત હતો. તેની અાંખ ઉપરની તરફ પહોળી થયેલી હતી. તેની ચર્ચા વાયુવેગે ગામમાં ફેલાઈ અને નર્સિંગ હોમમાં બાળકને જોવા ભીડ થવા લાગી. બાળકનું માથુ વિકસ્યું ન હતું. તેની અાંખ બહાર નીકળી ગયેલી હતી અને અાંખ પણ મોટી હતી. અાંખની ઉપરનો ભાગ પણ ન હતો.

નવજાત એક એલિયન જેવો હતો. અાવા બાળકના જન્મનું કારણ ગર્ભવતી મહિલામાં ખાણી પાણીની કમી હોઈ શકે. તેનાથી બચવા માટે પરિવારે મહિલાને ગર્ભ ધારણ વખતે ઘણી વાર ચેકઅપ કરાવવું જોઈઅે.

You might also like