‘હું ઈચ્છું છું કે એક દિવસ પપ્પા સાથે કામ કરું’: આલિયા

આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક છે, પરંતુ આલિયાએ અત્યાર સુધી તેમની કોઇ ફિલ્મમાં કામ કર્યું નથી. તે કહે છે કે મેં અત્યાર સુધી મારા પિતાની કોઇ ફિલ્મ કરી નથી, પરંતુ મને વિશ્વાસ છે કે તેઓ એક દિવસ મને લઇને ફિલ્મ બનાવશે. તેનું કહેવું છે કે હું એક સ્ટાર બની ચૂકી છું અને મેં ઇન્ડસ્ટ્રીમાં મારી જાતને પ્રૂવ કરી દીધી છે.

મારા પિતા હંમેશાં નવા કલાકારોને લઇને ફિલ્મ બનાવે છે. તેઓ જે નવા કલાકારને લઇને ફિલ્મ બનાવે છે તે હિટ રહે છે. તેથી જ તેમને સ્ટાર મેકર કહેવાય છે. દરેક છોકરીની ઇચ્છા હોય છે કે તેના પતિમાં તેના પિતા જેવા ગુણ હોય. આ અંગે આલિયાનું કહેવું છે કે હું ઇચ્છતી નથી કે મારો પતિ મારા પિતા જેવો હોય. મારા પિતા ખૂબ સારા છે અને હું તેમને ખૂબ પ્રેમ કરું છું. તે સારી વ્યક્તિ છે અને વિદ્વાન પણ છે.

અમે બંને મિત્રો જેવાં છીએ, પરંતુ મારા પતિમાં મારા પિતા જેવી ક્વોલિટી બિલકુલ ઇચ્છતી નથી, કેમ કે મારી લાઇફમાં એક જ મહેશ ભટ્ટ કાફી છે. હું મારી લાઇફમાં બે મહેશ ભટ્ટ ન રાખી શકું. સંબંધો અંગે મારું માનવું છે કે કોઇ પણ સંબંધ માટે તમારા દિલમાં રિસ્પેક્ટ જરૂરી છે.

મ‌લ્ટી હીરોવાળી ફિલ્મો ઘણી વાર બને છે, પરંતુ આજ સુધી મલ્ટી હીરોઇનવાળી ફિલ્મો બની નથી. આલિયા કહે છે કે જો મલ્ટી હીરોઇનવાળી ફિલ્મ બનશે તો હું આગળ આવીને તેમાં કામ કરવા ઇચ્છીશ.  કેટરીના આલિયાની સૌથી નજીકની મિત્ર છે. દીપિકા પણ તેની ફ્રેન્ડ જેવી જ છે. તે કહે છે કે આવી પાવરફુલ મહિલાઓ સાથે કામ કરવું રોમાંચક હોય છે. મેં કેટ અને દીપિકાએ એકબીજાને વચન આપ્યું છે કે અમે એકસાથે ફિલ્મ જરૂર કરીશું.

You might also like