આલીયા ખોટા સ્પેલીંગને લઈ ફરી થઈ Troll, Big B એ સુધારી ભુલ

આલીયા ભટ્ટ આ સમયે અમિતાભ બચ્ચન સાથે ‘બ્રહ્માસ્ત્ર’ શૂટિંગ કરી રહી છે. આ બંનેની આ પ્રથમ ફિલ્મ છે જેમા તેઓ સાથે કામ કરી રહ્યા છે. આલીયા તેમની સાથે કામ કરવા વિશે ઉત્સાહિત છે. તેણે ટ્વિટર પર અમિતાભ સાથેના તેમના કામનો અનુભવ શેર કર્યો હતો પરંતુ અહીં તેણે એક ભૂલ કરી હતી. તેના ટ્વીટમાં, તેણે એક શબ્દની જોડણી ખોટી લખી હતી, જે અમિતાભ બચ્ચને વાંચ્યા પછી સુધારી હતી.

આલીયાએ ટ્વિટમાં લખ્યું – “અમિતાભ બચ્ચન સાથે કામ કરવું મારા માટે એક શાનદાર તક છે. આજે, તેમણે પેક અપના એક કલાક પહેલા શૂટિંગ પૂર્ણ કરી દિધું હતું, પરંતુ સેટ પર સંકેતો આપવા માટે રોકાયા હતા. હું તેમને સેટ પર જોઈને જ ઘણું શીખી રહી છું.”

આલીયાએ તેના ટ્વિટમાં cues ની જોડણી ખોટી લખી હતી. તેમણે cues ની જગ્યાએ ques લખ્યું હતું.

અમિતાભે આ ભૂલ પકડી લીધી અને કોમેંટમાં લખ્યું – “હા … આલીયા, તું શ્રેષ્ઠ છે … તારી ઉદારતા બદલ આભાર … અને … cues ની જગ્યાએ તે ques લખ્યું છે… તુ ખરેખર ખુબ ક્યૂટ છે.”

અમિતાભની ટ્વિટ પર, આલિયાએ જવાબ આપ્યો: “હે ભગવાન! ના આવું ફરી ન થવું જોઈએ.”

આલીયા, અમિતાભ સિવાય રણબીર કપૂર પણ ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી રહી છે અને તે આગામી વર્ષે રિલીઝ થશે.

You might also like