રામ રહીમને સજા બાદ આલિયાના જીવને જોખમ, RAAZIનું શૂટિંગ કર્યું બંધ

આ દિવસો આલિયા ભટ્ટ પોતાની આવનારી ફિલ્મ “રાઝી” ની શૂટિંગમાં વ્યસ્ત છે અને આના ચાલતા તે પટિયાલામાં ફિલ્મની શુટિંગને ત્યાજ રોકવી પડી હતી સાથે જ ફિલ્મના બધા સ્ટાર્સને તરત પાછા હોટલ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જ્યારે આ બાબત વિશે ફિલ્મ “રાઝી” ના નિર્દેશક મેઘના ગુલઝારથી વાત કરવામાં આવી તો તેમને જણાવ્યું કે પટિયાલાની હાલત અત્યારે સારી નથી અને આવી હાલાતોમાં શૂટિંગ કરવાનું સંભવ બની શકે તે નથી . ફિલ્મની સ્ક્રિપ્ટના અનુસાર ટીમને શહરના જુદા-જુદા વિસ્તારમાં જઇને શૂટ કરવાનો હતો. જે આ વખ્તે કરવાનું ખતરાથી ખાલી નથી. અહી મોબાઇલ અને ઇન્ટરનેટની આખી સુવિધાઓ બંદ કરવામાં આવી છે. આવામાં અમે કોઇ રિસ્ક નથી લઇ શકતા.

ત્યાંના હાલાત એટલા ખરાબ હતાં કે દરેક એક્ટર્સને શનિવાર અને રવિવારના રોજ હોટલમાં સુરક્ષાની વચ્ચે રાખવામાં આવ્યું હતું. હવે જ્યા સુધી સોમવારે થનાર સનવણીમાં ફેસલો નથી આવતો ત્યા સુઘી ફિલ્મ “રાઝી”ના શૂટિંગને રોકવું પડશે.

શું છે ફિલ્મ “રાઝી”ની સ્ટોરી..

જણાવી દઇએ ફિલ્મ “રાઝી”, હરિંદર સિક્કાના ઉપન્યાસ ‘કોલિંગ સહમત’ પર આધારિત સ્ટોરી છે. આ કાશ્મીરી છોકરીની એક પાકિસ્તાની સેના અધિકારીથી લગ્ન કરવાની સ્ટોરી છે. ફિલ્મ રાઝી અવાતા વર્ષ 21 મેના રોજ રીલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક્ટર વિક્કી કૌશલ સ્ટારની સાથે એક્ટિંગ કરતી દેખાશે.

You might also like