શાહરુખ ખાન સાથે રોમાન્સ ન કરી શક્યાનો અફસોસઃ અાલિયા

આલિયા ભટ્ટ આજે ભલે એક સફળ અભિનેત્રી હોય, પરંતુ તેને નિષ્ફળતાનો ડર લાગે છે. તે કહે છે કે નિષ્ફળતાનો ડર તો મોટા મોટા અભિનેતાઓમાં પણ હોય છે. દર શુક્રવારે કલાકારોનો એક નવો જન્મ થાય છે તો પછી મારી શું વિસાત? કેમ કે હું હજુ એક ન્યૂકમર છું. એટલું જરૂર કહીશ કે નિષ્ફળતાનો એક ફાયદો પણ હોય છે. તેનો ડર મને સતત કામમાં ગૂંથી રાખે છે અને હું શ્રેષ્ઠ કામ કરવાનો પ્રયત્ન કરતી રહું છું. ઘણી વખત નિષ્ફળતા તો ઘણી વાર પોતાનાં નિવેદનોને લઇને આલિયા ચર્ચામાં આવતી રહે છે. તે કહે છે કે હું મારી વિરુદ્ધ બોલનારા લોકોને કોઇ જવાબ આપતી નથી, કેમ કે દરેક વ્યક્તિને તમારા વિશે બોલવાનો હક છે. કોઇનો સામનો કરવા કે તેમને પ્રત્યુત્તર આપવા માટે હું બંધાયેલી નથી.

આલિયા કહે છે કે હંમેશાં પોઝિટિવ વિચારવું જોઇએ અને ખુદ વિશે જાણવું જોઇએ કે આપણે કેવી વ્યક્તિ છીએ. બસ, એ જ વાતનું મહત્ત્વ હોય છે. છેલ્લે ‘ડિયર જિંદગી’ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે કામ કરીને આલિયા ખૂબ જ ખુશ છે, જોકે આ ફિલ્મમાં તેની અને શાહરુખ વચ્ચે કોઇ રોમેન્ટિક સીન ન હતા તે વાતનો તેને અફસોસ પણ છે. તે કહે છે કે રોમાન્સના કિંગ ગણાતા શાહરુખ ખાન સાથે ફિલ્મ કરો અને તેમાં કોઇ પણ રોમેન્ટિક સીન ન હોય તો આ અન્યાય ગણી શકાય. મને શાહરુખ સાથે રોમાન્સ ન કરી શક્યાનો અફસોસ છે, પરંતુ આ ફિલ્મની સ્ટોરી એ પ્રકારની હતી કે તેમાં રોમેન્ટિક રિલેશનશિપનો કોઇ સ્કોપ ન હતો. •
http://sambhaavnews.com/

You might also like