રણબીરની સાથેના લિંકઅપને લઇને આલિયાએ તોડ્યુ મૌન, કહ્યુ ”તે બેસ્ટ છે”

બોલીવુડના ચોકલેટી હિરો રણબીર કપૂર અને યંગ એક્ટ્રેસ આલિયા ભટ્ટ વચ્ચે લિંકઅપની ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં આલિયાએ જ સામે ચાલીને આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. સોશ્યલ મીડિયા પર ચાલી રહેલા અફવાઓ અનુસાર આલિયા અને રણબીર એકબીજાને પસંદ કરી રહ્યા છે અને તેમની વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. પરંતુ બોલીવુડમાં ચાલી રહેલ આ અફવાઓ પર આલિયાએ જ મૌન તોડ્યુ છે.

વાસ્તવમાં રણબીર-આલિયા અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં સાથે જોવા મળશે. આ બંને આ ફિલ્મની શુટિંગ દરમિયાન અલગ અલગ સ્થળોએ સ્પૉટ થયા હતા. જેના કારણે લોકો માનવા લાગ્યા હતાં કે રણબીર કપૂર દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સાથે બ્રેકઅપ બાદ આલિયાની નજીક આવી રહ્યો છે.

 

& its just the beginning.. 💫

A post shared by Alia ✨⭐ (@aliaabhatt) on

પરંતુ જ્યારે આલિયાને રણબીર સાથે કામ કરવા અંગે સવાલ પૂછવામાં આવ્યો તો આલિયાએ કહ્યું કે, ”હું હંમેશાથી રણબીર સાથે કામ કરવા ઇચ્છતી હતી કારણ કે રણબીર કામ દરમિયાન જે રીતે પાત્રમાં ડૂબી જાય છે, તે શ્રેષ્ઠ છે.”

 

prep vibes 🌈

A post shared by Alia ✨⭐ (@aliaabhatt) on

આલિયાએ જણાવ્યું કે, ”હું હંમેશાથી રાહ જોઇ રહી હતી કે ક્યારે રણબીર સાથે કામ કરી શકું. ઘણું લાંબુ શેડ્યુલ હતુ. પરંતુ જ્યારે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે કામ કરો ત્યારે તમને વધારે કામનો અંદાજ નથી આવતો.” આલિયાએ જણાવ્યું કે, ‘બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મ બોલીવુડમાં પહેલીવાર બની રહી છે. ફિલ્મને જોઇને લોકો કેવુ રિએક્ટ કરે છે તેને લઇને આલિયા ખૂબ જ ઉત્સાહિત છે.”

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઝોયા અખ્તરની પાર્ટીમાં રણબીર અને આલિયા સાથે સ્પૉટ થયા હતા, ઝોયા અખ્તર ‘ગલી બૉય’ની શૂટિંગ ખત્મ થવાની ખુશીમાં પાર્ટીનું આયોજન કર્યુ હતુ.

You might also like