અભિનેત્રી આલિયા ભટ્ટે ‘રાઝી’ ફિલ્મને લઇને દર્શકોને કર્યા ‘રાજી’

લગભગ દરેક પ્રકારના રોલમાં પોતાની અભિનય પ્રતિભાના જોરે જીવ રેડી દેનાર નાની ઉંંમરમાં મોટી ઓળખ મેળવી ચૂકેલી આલિયા ભટ્ટે ‘રાઝી’ ફિલ્મમાં પણ દર્શકોને રાજી કરી દીધા. આલિયાનાં વખાણ કરનાર લોકોની યાદી સતત લાંબી થઇ રહી છે. આલિયા સાથે પહેલી વાર વિકી કૌશલે અભિનય કર્યો.

ગયા વર્ષે આલિયાની ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ પણ હિટ રહી હતી, પરંતુ ‘રાઝી’ ફિલ્મમાં તેનું પાત્ર રૂટિન કરતાં હટકે હતું. આલિયા કોઇ પણ ફિલ્મમાં પોતાના પાત્ર પર ખૂબ જ મહેનત કરે છે. આલિયાએ ‘રાઝી’ ફિલ્મથી એક વાર ફરી પોતાની કળાનો નમૂનો દર્શકો સામે રજૂ કરી દીધો.

ફિલ્મ ‘રાઝી’માં આલિયા એક જ ભૂમિકામાં પુત્રી, પત્ની અને જાસૂસના રોલમાં જોવા મળી. તેનું કહેવું છે કે તેમાં પત્નીનું પાત્ર ભજવવું સૌથી મુશ્કેલ હતું, કેમ કે તેમાં અપરાધ કર્યા બાદ તેને ખૂબ જ પસ્તાવો થાય છે. તે કહે છે કે આ ફિલ્મમાં મારી ભૂમિકાથી ઘણું બધું શીખી ચૂકી છું.

શૂટિંગ દરમિયાન એ વિશે પણ જાણયું. જે લોકો નિઃસ્વાર્થ ભાવથી દેશની સેવા માટે પોતાનું બધું જ છોડવા તૈયાર રહે છે. તેને કોઇએ કહ્યું હતું કે આ લોકો નિઃસ્વાર્થ ભાવથી આ કામ કરતા નથી, પરંતુ આલિયાએ માન્યું કે આવું વિચારનારા ખોટા છે. ખાસ કરીને દેશની બાબતમાં એવું કોઇ નહીં હોય કે સ્વાર્થ માટે આ પ્રકારના જોખમ ઉઠાવે. •

You might also like