પ્રતિભા અને સમર્પણનું બીજું નામ આલિયા ભટ્ટ….

આલિયા ભટ્ટે ખૂબ જ થોડા સમયમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક ઉચ્ચ મુકામ મેળવી લીધો છે. તે સુંદર હોવાની સાથે પ્રતિભાવાન પણ છે. તે પોતાના કામ પ્રત્યેના સમર્પણ માટે પણ જાણીતી છે. તાજેતરમાં બુલગારિયામાં તે પોતાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેના ખભે ઇજા થઇ, જેના કારણે તેને ખભામાં ઝોળી બાંધીને રાખવી પડી હતી, જેથી નુકસાન ન થાય.

તે જ્યારે મુંબઇ પરત ફરી ત્યારે તેણે બધા પાટા ખોલીને ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’નું શૂટિંગ કર્યું. લોકો કહે છે કે આલિયા પાકી પ્રોફેશનલ છે અને તે પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે. તે પોતાની ફિલ્મનું શૂટિંગ લેટ થાય તેવંુ ઇચ્છતી નથી.

તે ખભાની ઇજાના કારણે ‘ગલી બોય’ માટેના એક્શન સીન કરી શકતી નથી, પરંતુ ક્લોઝઅપ સીન કરી શકે છે. આલિયાને ઇજા થઇ હોવા છતાં પણ તેણે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું તે દર્શાવે છે કે તે પોતાના કામ પ્રત્યે કેટલી કમિટેડ છે. તે ભલે કેટલીય સમસ્યામાં ન હોય, પરંતુ પોતાના કામને છોડવા ઇચ્છતી નથી.

આલિયાએ ‘હાઇવે’ તથા ‘ઉડતા પંજાબ’ જેવી હટકે ફિલ્મો પણ કરી છે તો બીજી તરફ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રિનાથ કી દુલ્હનિયા’ જેવી હળવીફૂલ કોમેડી ફિલ્મો પણ કરી છે. આવાં પાત્ર ભજવીને તેણે સાબિત કરી દીધું છે કે તે પ્રતિભાવાન હોવાની સાથે કમિટેડ પણ છે.

હાલમાં તેની પાસે મોટા બેનરની ઘણી ફિલ્મો છે. તે ઇચ્છે છે કે તે માત્ર એવી ફિલ્મો કરે, જેમાં અભિનેત્રીઓ જ મુખ્ય ભૂમિકામાં હોય. તેણે તાજેતરમાં એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે એ‍વી ફિલ્મ કરવા ઇચ્છે છે કે તેની સાથે દીપિકા પદુકોણ અને કેટરીના કૈફ જેવી અભિનેત્રી હોય. •

You might also like