ખરાબ ભૂમિકાઓ પણ કરવી છે આલિયા ભટ્ટને

આલિયા ભટ્ટે શાહરુખ ખાનની એ સલાહને દિલ પર લઇ લીધી છે, જેમાં શાહરુખે કહ્યું હતું કે તેણે સશક્ત પાત્રોવાળી ફિલ્મોથી કંઇક અલગ પણ કરવું જોઇએ. થોડા દિવસ પહેલાં શાહરુખ અને આલિયા ટીવી શો ‘કોફી વિથ કરણ’માં આવ્યાં હતાં. શાહરુખે કહ્યું કે આલિયા ખૂબ જ જલદી એવી ભૂમિકાઓ કરી રહી છે. ગૌરી શિંદેની ફિલ્મ ‘ડિયર જિંદગી’માં આલિયાની સાથે કામ કરી ચૂકેલ શાહરુખે તેને સલાહ આપતાં કહ્યું હતું કે તેણે ટિપિકલ બોલિવૂડ ભૂમિકાઓ પણ ભજવવી જોઇએ. તેથી એક કલાકારના રૂપમાં તેને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ ન થઇ જાય. જ્યારે આલિયાને પૂછવામાં આવ્યું કે શાહરુખની સલાહ પર તેનું શું મંતવ્ય છે?

આલિયાએ કહ્યું કે હું શાહરુખની વાતથી સંમત છું. મારે ખરાબ પણ બનવું પડશે. હું માત્ર શ્રેષ્ઠ રોલ કરીને એવી કલાકાર બનવા ઇચ્છતી નથી, જે કહેવા લાગે કે તે તો માત્ર બેસ્ટ ભૂમિકા જ કરશે. હું પણ મજા કરવા ઇચ્છું છું. હું શાહરુખની સલાહને ગંભીરતાથી લઉંં છું. શાહરુખે આલિયાના અભિનય કૌશલ્યનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં. આલિયાનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીના આ દિગ્ગજ અભિનેતા પાસેથી પ્રશંસા મળે તે ખરેખર ગર્વની વાત છે. તે કહે છે કે શાહરુખ ખાન જેવા અભિનેતાની પ્રશંસા સાંભળવી મારા માટે મોટી વાત છે, કેમ કે બાળપણથી જ મને તેમના માટે સન્માન છે. •
http://sambhaavnews.com/

You might also like