પરિવાર મારી  સપોર્ટ સિસ્ટમઃ અાલિયા

ફિલ્મોમાં સફળતા બાબતે લકી રહેલી અાલિયા ભટ્ટની ફિલ્મ ‘ડિયર જિંદગી’ તાજેતરમાં રિલીઝ થઈ. અા ફિલ્મમાં અાલિયાની સપોર્ટ સિસ્ટમ ભલે શાહરુખ ખાન બન્યો હોય, પરંતુ રિયલ લાઈફમાં તેની નાની બહેન શા‌િહના અને અાલિયાનો પરિવાર તેના માટે સપોર્ટ સિસ્ટમ છે. અાલિયા કહે છે કે મારી બહેન શા‌િહના મને સૌથી વધુ સમજે છે. હું તેની સાથે કોઈ પણ બાબત શેર કરી શકું છું. તે અા ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી નથી. તેથી જ્યારે તે મારા કામ કે ફિલ્મો વિષે વાત કરે છે તો એકદમ ફેર કરે છે. તેના અાઇડિયા પણ એકદમ શુદ્ધ હોય છે. મારી માતા મારી દુનિયા છે અને મારા પિતા મારા માટે દુનિયાનો અરીસો છે. મારા માટે સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ મારી નાની બહેન અને પરિવાર છે.

ચાર વર્ષની ઉંમરમાં જ અાલિયાઅે નક્કી કરી લીધું હતું કે તે અભિનેત્રી બનશે. અાલિયા કહે છે કે મને બરાબર યાદ છે કે એક દિવસ હું ગોવિંદા અને ક‌િરશ્માની ફિલ્મ જોઈ રહી હતી તેમાં બંને રસ્તા પર ગીત ગાઈ રહ્યાં હતાં. અા જોઈને હું હેરાન રહી ગઈ. બંને નાચી રહ્યાં છે અને ફટાફટ કપડાં પણ બદલી રહ્યાં છે. મને લાગ્યું કે અા લોકો તો કમાલના છે. અા લોકો કેવી રીતે અને ક્યાંથી કપડાં ચેન્જ કરે છે. મારે પણ અામ કરવું છે. બસ ત્યારથી જ મારી અંદર અેક્ટિંગનો કીડો સળવળ્યો હતો. સ્કૂલના દિવસોમાં હું ઇતર પ્રવૃત્તિઅોમાં અાગળ પડતો ભાગ લેતી હતી. સિંગિંગ, ડા‌િન્સંગ કે સ્પોર્ટ્સ બધી જ વસ્તુઅો મને ગમતી હતી. હું સ્કૂલમાં ખૂબ જ તોફાની હતી. ઘણીવાર સ્કૂલ બંક કરતી હતી અને ગેટ પરથી પાછી અાવી જતી. મને યાદ છે, એક વાર અમે સ્કૂલ બંક કરીને ‘ફેશન’ ફિલ્મ જોવા ગયાં હતાં અને અમને સજા પણ થઈ હતી. •
http://sambhaavnews.com/

You might also like