અાલિયા ભટ્ટ ઈચ્છે છે પોતાની પ્રાઈવસી

ફિલ્મોમાં જે રીતે અાલિયા ભટ્ટનું કદ વધ્યું છે તેને જોતાં તે હવે ખુદ માટે પ્રાઈવસી શોધી રહી છે. તેણે નક્કી કરી લીધું છે કે હવે તે તેનાં માતા-પિતા સાથે નહીં રહે. તે માતા-પિતાનું ઘર છોડીને પોતાના માટે નવું ઠેકાણું શોધી રહી છે. અાલિયા ભટ્ટે તાજેતરમાં એક ઘર ખરીદ્યું છે. થોડા દિવસમાં તે શિફ્ટ થવાની છે. અાલિયાને માતા-પિતાનું ઘર છોડીને પોતાના માટે અલગ ઘર લેવાની જરૂર કેમ પડી. અાલિયાને તેના ઘરમાં કઈ વાતની પરેશાની હતી. અાલિયાના પિતા મહેશ ભટ્ટ અને માતા પણ ખુલ્લા વિચારો ધરાવે છે. અાલિયા ભટ્ટના રોમાન્સની જે રીતે ચર્ચાઓ થતી રહે છે તે જોઈને ક્યારેય પણ તેનાં માતા-પિતાએ કંઈ કહ્યું નથી.

બોલિવૂડમાં અાવી બધી ચર્ચાઓ સામાન્ય છે તે બાબત તેનાં માતા-પિતા સારી રીતે જાણે છે. અાલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા રિલેશન‌િશપમાં છે. સિદ્ધાર્થ અને અાલિયા કરણ જોહરની ફિલ્મ દ્વારા એકસાથે બોલિવૂડમાં અાવ્યાં હતાં. વરુણ ધવનને પણ અાલિયાની ખૂબ નિકટ માનવામાં અાવે છે. વરુણ અને સિદ્ધાર્થનું નામ અાલિયા સાથે ચર્ચાયા બાદ હજુ ત્રીજી એક સિક્રેટ વ્યક્તિનું નામ પણ અાલિયા સાથે જોડાઈ રહ્યું છે. અાલિયા અા વિશે વાત કરવા પણ ઈચ્છતી નથી અને કદાચ એટલે જ તે પોતાના માટે અલગ ઘર બનાવી રહી છે, જોકે અાલિયા અા બધી બાબતો વિશે કંઈ પણ ચર્ચા કરવાના બદલે સમગ્ર ફોકસ કરિયર પર કરવા ઈચ્છે છે. તે કહે છે કે મારી પ્રોફેશનલ લાઈફને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તે વાત મને મંજૂર નથી. •

You might also like