બે વર્ષ પહેલાં આલિયા ભટ્ટને ઈર્ષા થતી હતી

અભિનેત્રીઓ ગમે તેટલી સફળ કેમ ન હોય અને તેમની કરિયર યોગ્ય દિશામાં આગળ વધી રહી હોય તો પણ તે પોતાનાથી સફળ અભિનેત્રીઓની ઇર્ષા કરે છે. આ સ્ત્રી-સહજ સ્વભાવ છે. આ અંગે આલિયા ભટ્ટને સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે જો કદાચ આ સવાલ તમે મને બે વર્ષ પહેલાં પૂછ્યો હોત તો તેનો જવાબ હા હોઇ શકત, પરંતુ હવે તેવું નથી, તેનું કારણ એ છે કે હું હવે એક ખુશનુમા સમયમાંથી પસાર થઇ રહી છું. કામ અને વ્યક્તિગત બંને રીતે હું ખૂબ ખુશ છું. મને લાગે છે કે અસુરક્ષા અને હરીફાઇની ભાવનાથી તમે માત્ર નકારાત્મકતા ફેલાવી શકો છો, તેનાથી તમારી ઊર્જા નષ્ટ થાય છે.

આલિયા કહે છે કે ઇર્ષાળુ વ્યક્તિઓની જાણ દૂરથી જ થઇ જાય છે. એ વાત મહેસૂસ થાય તે પણ સ્વાભાવિક છે કે કાશ, હું ફલાણી કે ઢીંકણી ફિલ્મનો ભાગ હોત તો અથવા કાશ મેં પણ સારો ડાન્સ કર્યો હોત તો? જોકે આ પ્રકારની ઇર્ષાળુ ભાવનાઓને કોઇ વ્યક્તિ પ્રેરણામાં બદલી નાખે તો તમે સારી લાગણી અનુભવવા લાગો છો. હું માત્ર સમકાલીન અભિનેત્રીઓથી નહીં, પરંતુ અભિનેતાઓ પાસેથી પણ પ્રેરણા લઉં છું. મને અભિનેતાઓ પાસેથી પણ ઘણી વાતો શીખવા મળી છે. •

You might also like