દીપિકા-પ્રિયંકાના માર્ગે આલિયા

બોલિવૂડ અભિનેત્રીઓને હોલિવૂડમાં જવાની ઝંખના હોય છે. પ્રિયંકા ચોપરા, દીપિકા પદુકોણ બાદ હવે આલિયા ભટ્ટ પણ હોલિવૂડ તરફ પ્રયાણ કરવા જઇ રહી છે. આલિયા ભટ્ટે બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી કરી હતી. ત્યાર બાદ તેણે ‘હાઇવે’, ‘હમ્પટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘ટુ સ્ટેટસ’ જેવી ફિલ્મો કરી. ત્યાર બાદ તેની ‘ઊડતા પંજાબ’ રિલીઝ થઇ. આ ફિલ્મમાં તેનાં ખૂબ જ વખાણ પણ થયાં છે. આલિયા ભટ્ટ બોલિવૂડમાં પોતે ભજવેલાં પાત્રોથી ખુશ છે. તે કહે છે કે હું મારા કામથી ખુશ છું.

ફિલ્મોમાં પોતે નિભાવેલાં પાત્રોથી ઉત્સાહિત આલિયા વધુમાં એમ પણ કહે છે કે હું દુનિયાભરમાં કામ કરવા ઇચ્છું છું. મને આશા છે કે મારી આગામી જગ્યા હોલિવૂડ હશે. પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણે હોલિવૂડમાં કામ કર્યું. હવે હું પણ તેમના રાહ પર ચાલવા ઇચ્છું છું. આલિયા હોલિવૂડમાં જવા બેતાબ છે. તે કહે છે કે હું દરેક પ્રકારની ફિલ્મો કરવા ઇચ્છું છું. મારો આગામી પડાવ લંડન છે. હું થોડા દિવસ વેકેશન ગાળવા લંડન જઇ રહી છું. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે વેકેશન દરમિયાન આલિયા હોલિવૂડના ફિલ્મકારોને મળશે. •

You might also like