કાશ્મીર ઘાટીમાં શૂટિંગ કરશે આલિયા ભટ્ટ

થોડા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે આલિયા ભટ્ટે ફિલ્મ ‘રાજી’નું શૂટિંગ કાશ્મીરમાં કરવાનો ઇનકાર કરી દીધો છે, જોકે સૂત્રોનો દાવો છે કે આલિયા ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં જ કરશે. એવું પણ કહેવાય છે કે મેઘના ગુલઝારની આ ફિલ્મ માટે મુંબઇમાં વિશેષ સેટ લગાવાયો છે, કેમ કે આલિયા પાસે કાશ્મીરમાં શૂટિંગ કરાવવાનું સુરક્ષિત માનવામાં આવતું નથી, જોકે કેટલાંક સૂત્રોનું એવું પણ કહેવું છે કે આ સમાચાર અટકળો છે અને સેટ લગાવવાની વાત માત્ર આલિયાની કાશ્મીર વિઝિટને સુરક્ષાની દૃષ્ટિએ રહસ્ય રાખવા માટે કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં ‘રાજી’નું શૂટિંગ અવશ્ય થશે. હરિન્દર સિક્કાની કોઇ નોવેલ પર આ ફિલ્મ આધારિત છે, તેનું બેકગ્રાઉન્ડ કાશ્મીર છે. જો સુરક્ષાને લઇ કોઇ મુદ્દો હોત તો મેઘનાએ આ નોવેલ પર ફિલ્મ બનાવવાનંુ ક્યારેય ન કહ્યું હોત. તે આ નોવેલ પર ફિલ્મને કોઇ સેટ પર ક્યારેય શૂટ નહીં કરે. એવું પણ સાંભળવા મળ્યું છે કે કાશ્મીર ઘાટીમાં ‘સાત ખૂન માફ’ અને ‘હૈદર’ જેવી પોતાની ફિલ્મોનાં શૂટિંગ કરી ચૂકેલા વિશાલ ભારદ્વાજ મેઘનાના પિતા ગીતકાર ગુલઝાર અને તેના આખા પરિવારની અત્યંત નજીક છે. કાશ્મીરમાં મેઘનાની ફિલ્મના શૂટિંગ દરમિયાન આલિયાની સુરક્ષા માટે વિશેષ સગવડ તેઓ જ કરી રહ્યા છે. આલિયા આ ફિલ્મને લઇ ખાસ કરીને કાશ્મીર ઘાટીમાં શૂટિંગને લઇ ખૂબ જ ઉત્સાહિત છે. •

You might also like