સુપર એચીવર આલિયા ભટ્ટ

બોલિવૂડની ચુલબુલી અભિનેત્રી અને યુવાનોની ફેવરિટ આલિયા ભટ્ટની સફળતાનું એક ખાસ કારણ એ છે કે તે ફિલ્મોની પસંદગી અત્યંત સતર્કતાથી કરે છે. તાજેતરમાં તેણે કેટલાક મોટા સ્ટાર સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો, કેમ કે કહાણીમાં તેની ભૂમિકા દમદાર ન હતી. આમિરની આગામી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ માટે હજુ હીરોઇનની શોધ જારી છે. પહેલાં ફિલ્મ માટે વાણી કપૂરનું નામ સામે આવ્યું હતું, પરંતુ આમિરે વાણી માટે ઇનકાર કર્યો. ત્યારબાદ આમિર ઇચ્છતો હતો કે આલિયા ફિલ્મમાં પોતાની સાથે કામ કરે. તેથી તેણે પર્સનલી આલિયાને આગ્રહ કર્યો. પહેલાં તે માની ગઇ, પરંતુ જ્યારે તેને જાણ થઇ કે ફિલ્મમાં તેના માટે કોઇ ખાસ શક્યતાઓ નથી ત્યારે તેણે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો. આલિયા આમિર સાથે કામ કરવા તો ઇચ્છતી હતી, પરંતુ એવી કોઇ ફિલ્મમાં નહીં, જેમાં તેના કરવા માટે કંઇ ન હોય.

આલિયા જણાવે છે કે ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની મારી સફર કમાલની રહી છે. હું ભાગ્યશાળી છું કે મને દરેક પ્રકારના ડિરેક્ટર સાથે કામ કરવાનો મોકો મળ્યો. ભૂમિકાઓની પસંદગીઓમાં પણ હું લકી રહી છું. મને ખુદ મારી હદ કરતાં વધુ નિચોવાઇ જવું પડ્યું, જ્યાં સુધી મારી પર્સનલ લાઇફની વાત છે તો આજથી ચાર વર્ષ પહેલાં હું ૧૯ વર્ષની એક એવી છોકરી હતી કે જેને પોકેટ મની ઘરમાંથી મળતાં હતાં, પરંતુ આજે મારી પાસે મારા ખુદના પૈસા છે, મારી ગાડી છે અને મુંબઇમાં મારું પોતાનું ઘર છે. મેં પરિવારના લોકોની મદદ વગર અલગ મુકામ મેળવ્યો અને આત્મનિર્ભર બની. આલિયાની આ ઉપલબ્ધિ ખરેખર પ્રશંસનીય છે અને સંઘર્ષ કરતી છોકરીઓ માટે તે પ્રેરણારૂપ છે. •
http://sambhaavnews.com/

You might also like