૧૦ મિલિયન લવ માટે થેન્ક યુઃ આલિયા

આલિયા ભટ્ટ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. એવું લાગે છે કે જાણે તેણે દરેક ઉંમરના લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. સોશિયલ વેબસાઇટ ટ્વિટર પર તેના ફોલોઅર્સની સંખ્યા સતત વધતી જાય છે. તાજેતરમાં તેના ફોલોઅર્સની સંખ્યા વધીને એક કરોડની પાર પહોંચી ચૂકી છે. આલિયા આ ઉપલબ્ધિથી ફૂલી સમાતી નથી. તેણે ટ્વિટ કરીને પોતાના પ્રશંસકોને થેન્ક યુ પણ કહ્યું છે. તેણે લખ્યું છે કે ૧૦ મિલિયન લવ માટે થેન્ક યુ. મારે સવારે શૂટિંગ માટે જલદી ઊઠવાનું છે તેથી હું તમારા બધાના પ્રેમને સાથે લઇને સૂવા જઇ રહી છું.

આલિયાને બોલિવૂડમાં આવ્યાને લાંબો સમય થયો નથી. વર્ષ ૨૦૧૨માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર આલિયા લોકપ્રિયતાનાં શિખરે પહોંચી છે. હાલમાં તે ‘બદરીનાથ કી દુલહનિયા’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેને ઊડતા પંજાબ ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. બહુ ઓછા લોકો જાણતા હશે કે આલિયા રાતે સૂતી વખતે પણ તેને મળેલા એવોર્ડની ટ્રોફી પોતાની સાથે લઇને સૂવે છે. •
http://sambhaavnews.com/

You might also like