અલ્જિરીયામાં મિલીટરી વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, 257થી વધારે લોકોના મોતની આશંકા

આફ્રીકી દેશ અલ્જિરીયામાં એક સૈનિકનું વિમાન દૂર્ઘટનાગ્રસ્ત બન્યું છે. આ વિમાનમાં 257થી વધારે લોકોના મોતની આશંકા છે. વિમાનમાં વધારે સૈન્યના જવાનો હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે સવારે આ વિમાન બોફિરિક મિલિટરી એરપોર્ટ પર દૂર્ઘટનાગ્રસ્ત બન્યુ.

એક મળતા અહેવાલ મુજબ 14 એમ્બ્યુલન્સ અને 10 ફાયરબ્રિગેડની ગાડી દૂર્ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડવામાં આવ્યા છે. અલ્જિરીયા રેડીયો રીપોર્ટ અનુસાર વિમાન દૂર્ઘટનાગ્રસ્ત અંગેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દૂર્ઘટનાસ્થળ દેશની રાજધાની અલજિયર્સથી 30 કિલોમીટર દૂર છે અને આ વિમાન ક્રેશમાં કોઇપણ જીવીત બચ્યું નથી. એક અહેવાલ મુજબ મૃતકોની સંખ્યા 300 સુધી પહોંચે તેવી શક્યતા છે. આ વિમાન દક્ષિણપશ્ચિમી અલ્જીરિયાથી રવાના થયુ હતુ. એક સમાચાર એજન્સી મુજબ આ પ્લેનમાં સૈનિકો હથિયાર લઇને જઇ રહ્યા હતા. એરપોર્ટ તરફ જનારા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.

You might also like