કુંભમેળામાં કેમિકલ એટેકનું એલર્ટઃ ઓડિયો ટેપ જારી

નવી દિલ્હી: કુંભમેળા દરમિયાન કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કુંભમેળામાં આતંક અને દહેશત ફેલાવવા ખોફનાક ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસએ એક ઓડિયો ટેપ જારી કરી છે.

આ ઓડિયો ટેપમાં એવી ધમકી આપવામાં આવી છે કે આ વખતે કુંભમેળામાં ન તો કોઇ વિસ્ફોટ કરશે, ન તો કોઇ ગોળીઓ વરસાવશે, આ વખતે ગંગાના પાણીને ઝેરી બનાવી દેવામાં આવશે. આ ખતરાને ધ્યાનમાં રાખીને હવે પ્રયાગરાજના કુંભમેળામાં એનડીઆરએફની એક ટીમને ડયૂટી પર તહેનાત કરવામાં આવી છે. જેનો પહેલીવાર ઉપયોગ થઇ રહ્યો છે.

એનડીઆરએફની કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર સ્પેશિયાલિસ્ટ ટીમ (સીબીઆરએન) પણ હવે શ્રદ્ધાળુઓ સાથે કુંભમાં ગંગા કિનારે તહેનાત છે. જો કોઇ હવામાં ઝેર ભેળવવાની કોશિશ કરશે અથવા નદીના પાણીમાં ઝેર ભેળવશે તો પણ માહિતી મળી જશે. એલર્ટને જોઇને ગંગા કિનારે મોકડ્રીલ પણ કરવામાં આવી હતી.

સીબીઆરએન ટીમને મોકડ્રીલમાં એવા સમાચાર મળ્યા હતા કે ગંગાના પાણીમાં ઝેર છે. સુરક્ષા તંત્રને આતંકીઓ હુમલો કરે તો કઇ રીતે કામ લેવું તેની ચકાસણી કરવામાં આવી હતી.

divyesh

Recent Posts

મતદારોનાે ફેંસલો EVMમાં કેદ, 26 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યનાં…

21 hours ago

આતંકવાદીઓનાં શસ્ત્ર IED કરતાં મતદારોનું વોટર આઈડી વધુ શક્તિશાળી: PM મોદી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હોઇ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના મતદાન…

21 hours ago

ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં…

21 hours ago

વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં…

21 hours ago

રામપુરમાં ૩૦૦થી વધુ EVM કામ કરી રહ્યાં નથીઃ અબ્દુલ્લા આઝમખાનનો આક્ષેપ

ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમખાને એવો આક્ષેપ કર્યો છે કે…

22 hours ago

આતંકના ગઢ અનંતનાગમાં મતદાન: મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ અનંતનાગ સંસદીય બેઠક માટે મતદાન જારી છે. અલગતાવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું…

22 hours ago