મધ્ય- ઉત્તર ભારતમાં લૂ વર્ષાનું એલર્ટઃ બુંદીમાં ૪૮ ડિગ્રી તાપમાન

નવી દિલ્હી: દેશમા હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજસ્થાન,દિલ્હી, એનસીઆર અને મધ્યપ્રદેશમાં હજુ ૨૪ કલાક ગરમી યથાવત્ રહેવાની આગાહી સાથે મધ્ય અને ઉત્તર ભારતમાં આજે લૂ વર્ષા થવાની સંભાવના વ્યકત થઈ રહી છે. જ્યારે ૪૮ ડિગ્રી સાથે રાજસ્થાનનું બુંદી શહેર દેશમાં સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી ૨૯ મે સુધીમાં મોન્સૂન કેરળ પહોંચી જશે.

બીજી તરફ ગઈ કાલે દિલ્હીમાં ૩૦ કિમીની ઝડપે પવન ફુંકાતા મંગળવાર આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. જેમાં સૌથી વધુ તાપમાન સફદરગંજમાં ૪૪ ડિગ્રી અને રાજસ્થાનનાં આઠ શહેરમાં તાપમાન ૪૫ ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત મધ્યપ્રદેશનાં ૧૪ શહેરમાં તાપમાન ૪૪ થી ૪૫ ડિગ્રી રહ્યું હતું.

જેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા હતા. રાજસ્થાનમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં આઠ શહેરમાં ૪૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. બુંદીમાં ગઈ કાલે ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે દેશમાં સૌથી વધુ તાપમાન રહ્યું હતું. જ્યારે બારા અને ઝાલાવાડમાં પણ ૪૭ -૪૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

જેના કારણે લોકો અકળાઈ ગયા હતા. આ ઉપરાંત બિહાર અને હરિયાણા તેમજ છત્તીસગઢમાં પણ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી રહ્યું હતું. હરિયાણાનાં ભિવાની શહેરમાં તાપમાન ૪૪.૮ ડિગ્રી રહ્યું હતું. બિહારના પટણામાં પણ ૪૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે છત્તીસગઢમાં દિવસનું તાપમાન ૪૨ ડિગ્રીથી ઉપર રહ્યું હતું. જેના કારણે ગરમીમાં વધારો થતાં લોકો ત્રાહિમામ્ પાેકારી ગયા હતા.

You might also like