ફ્લાઇટમાં મળી શંકાસ્પદ બેગ, એરપોર્ટની સુરક્ષા વધારાઇ

અમૃતસરઃ દુબઇથી અમૃતસર આવનારી ફ્લાઇટમાં ગુરૂવારે એક શંકાસ્પદ બેગ મળી આવતા એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઇટમાં શંકાસ્પદ બેગ મળ્યાની વાત મળતા જ અમૃતસર એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ફ્લાઇટને શહેરથી બહારના વિસ્તારમાં લઇ જવામાં આવી છે. જ્યાં શંકાસ્પદ બેગની તપાસ કરવામાં આવશે. સાવચેતીને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અત્યાર સુધી સ્પાઇસ જેટ તરફથી આ મામલે કોઇ જ નિવેદ આપવામાં આવ્યું નથી. મામલે તપાસ ચાલી રહી છે.

You might also like