અલેપ્પોઃ હિંસામાં ૩૧,૦૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા

અલેપ્પો: સિરિયાનાં સૌથી મોટાં બીજા શહેર અલેપ્પો પર સિરિયાઈ સેનાએ સંપૂર્ણ કબજો કરી લીધો છે. અને હવે સેનાએ શહેરમાં ફસાયેલા ૫૦ હજારથી વધુ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. જેમાં ગ્રીન કોરિડોર બનાવી લોકોને બહાર કાઢવામાં‍ આવી રહ્યા છે.અા ઉપરાંત ૧૦૦ બસો અલેપ્પોથી લોકોને બહાર લાવવા માટે રવાના થઈ ચૂકી છે.

અત્યાર સુધી થયેલી હિંસામાં ૩૧ હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. સિરિયાઈ સેના દ્વારા હાથ ધરવામાં આવેલી બચાવ કામગીરીમાં ૨૦ બસ, ૧૦ એમ્બ્યુલન્સ અને વિદ્રોહીઓની ૧૦૦થી વધુ ગાડીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમને સમજૂતી મુજબ વિદ્રોહીઓના કબજાવાળા ઈદલીબથી લઈ જવાઈ રહ્યા છે. તેથી એવું લાગે છે કે ઈદલીબ નવું અલેપ્પો શહેર બની શકે છે. સિરિયા અને તેના સાથી દેશ રશિયાએ વિરોધી દળને સમર્થન આપી રહેલા તુર્કી સાથે સમજૂતી કરી છે. તે સમજૂતી હેઠળ યોદ્ધાને પૂરું સન્માન આપવામાં આવ‍શે.

ત્યારે આવી સ્થિતિમાં જો બંને પક્ષ વચ્ચે કોઈ રાજકીય સમજૂતી અને સંઘર્ષ વિરામ નહિ થાય તો ઈદલીબ નવું અલેપ્પો શહેર બની શકે છે. આ વિસ્તારમાં પણ વિદ્રોહીઓ અને સિરિયાના પ્રમુખ બશર અલ અસદની સેના વચ્ચે જંગ શરૂ થઈ શકે તેમ છે. છેલ્લાં પાંચ વર્ષમાં અહીં ત્રણ લાખ લોકો માર્યા ગયા છે. જયારે એક લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. યુનિસેફે તેને ખતરનાક શહેર તરીકે જાહેર કર્યુ છે.
અમેરિકાના નેતૃત્વવાળી ગઠબંધન આર્મીએ સિરિયાઈ શહેર પલમાયરા પર આઈએસઆઈએસને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા છે. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છેકે આ હવાઈ હુમલામાં આતંકીઓની ૧૪ ટેન્કને ધ્વંસ કરી નાખી છે.

home

 

You might also like