અમદાવાદ લવાતો દારૂનો જંગી જથ્થો ઝડપાયોઃ રપ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ: રાજસ્થાનમાંથી ટ્રકમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી અમદાવાદ લાવતા માફિયાઓને શામળાજી ચેકપોસ્ટ પાસેથી પોલીસે ઝડપી લઇ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઇ રૂ.રપ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી એક ટ્રક અમદાવાદ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે શામળાજી ચેકપોસ્ટ પર પોલીસે સઘન વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મોડી રાત્રે એક ટ્રક પૂરઝડપે પસાર થતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી આબાદ ઝડપી લઇ જડતી કરતાં માલના બોકસમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક મળી રૂ.રપ લાખનો મુદ્દામાલ કબજે કરી સંજય બીરસિંહ રાજપૂત અને રાજેશ જગદીશસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આ જથ્થો અમદાવાદના એક કુખ્યાત બુટલેગરને પહોંચાડવાનો હોવાની કબૂલાત કરતાં પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

અા ઉપરાંત અા ચેક પોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલી એક ઈનોવા કારને પણ ઝડપી લઈ રૂ. સાત લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

You might also like