પેટ્રોલ-ડીઝલ અને આલ્કોહોલને GSTમાં લાવવાનો વિરોધ

નવી દિલ્હી: સરકાર પેટ્રોલ, ડીઝલ અને આલ્કોહોલને જીએસટીમાં લાવવાની તરફેણ કરી રહી છે. આવક વધારવાના ભાગરૂપે સરકારે આ કોમોડિટીને જીએસટીમાં લાવવાની કવાયત હાથ ધરી છે, જોકે કેટલાંક રાજ્યો દ્વારા આનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર તેનો વિરોધ કરી રહ્યું છે. તેના કહેવા મુજબ આ કોમોડિટી જીએસટીમાં લાવવાથી રાજ્ય સરકાર તેની અવક ગુમાવી શકે છે.
પીડબ્લ્યુસી ઇન્ડિયાના પ્રતીક જૈનના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ, ડીઝલ અને આલ્કોહોલના કારણે સરકારને મોટી આવક થાય છે. સરકાર આવક વધારવાના ભાગરૂપે તેને જીએસટીમાં લાવવાની કવાયત કરે છે, પરંતુ આ એકમાત્ર યોગ્ય ઉકેલ નથી.

બીજી બાજુ પૂર્વ કેન્દ્રીય પ્રધાન એસ.જયપાલ રેડ્ડીએ પેટ્રોલ, ડીઝલને જીએસટીમાં લાવવાની વાત કરી છે એટલું જ નહીં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવાની તરફેણ કરી છે.

You might also like