આંખો વડે અનલોક થનાર સ્માર્ટફોન થયો લોન્ચ

નવી દિલ્હી: એલ્કાટેલે ભારતમાં એક નવો સ્માર્ટફોન X1 લોન્ચ કર્યો છે, જો કે કંપનીએ તેને કોઇ ઇવેન્ટમાં લોન્ચ કર્યો નથી. હાલમાં કેટલીક ઇ-કોમર્સ કંપની પર તેને 15,999 રૂપિયામાં ખરીદી શકાય છે, પરંતુ કંપનીએ તેની સત્તાવાર જાહેરાત કરી નથી.

આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે આ તમારી આંખોને સ્કેન કરીને અનલોક થાય છે. આ ફીચર માટે તેમાં આવેલી બાયોમેટ્રિક સિસ્ટમ Eye-D આપવામાં આવી છે. યૂઝર ફોનને ટચ કર્યા વિના ફક્ત આંખોથી અનલોક કરી શકે છે.

5 ઇંચ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં 1.4GHz ક્વોલ્કોમ સ્નૈપડ્રૈગન 415 ઓક્ટાકોર પ્રોસેસર અને 2GB આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 16GB છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 128GB સુધી કરી શકાય છે.

4G LTEથી સજ્જ આ ફોનમાં બે સિમ લગાવી શકાય છે. ફોટોગ્રાફી માટે તેમાં એલઇડી ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવમાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં ફ્લેશની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે તેમાં બ્લ્યૂટૂથ, જીપીએસ, એ જીપીએસ, માઇક્રો યૂએસબી અને એલટીઇ કેટ 4 સપોર્ટ આપવમાં આવ્યા છે. એટલે કે તેમાં મેક્સિમમ 150Mbpsની ડાઉનલોડ અને 50Mbps અપલોડ સ્પીડ મળશે.

તેની બેટરી 2,150mAhની છે અને કંપનીનો દાવો છે કે આ 19 કલાકનો ટોકટાઇમ અને 74 કલાકની સ્ટેન્ડબાય બેકઅપ આપશે. અત્ર ઉલ્લેખનીય છે કે આ કિંમતના ઘણા સ્માર્ટફોન છે જે આકરી ટક્કર આપશે.

You might also like