અલ કાયદા અમેરિકા પર ફરી અાતંકી હુમલો કરે તેવી સંભાવના

ન્યૂયોર્ક: અમેરિકાની ગુપ્તચર અેજન્સીઅે આશંકા વ્યકત કરી છે કે અાતંકવાદી સંગઠન અલ કાયદા ફરી અેકવાર અમેરિકા પર હુમલો કરે તેવી સંભાવના છે. આ અંગે મીડિયા અહેવાલ મુજબ ગુપ્તચર અેજન્સીઅે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં રહેલા અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેટના તાલીમ કેમ્પ અંગે ચિંતા વ્યકત થઈ રહી છે.

અહેવાલમાં ગુપ્તચર વિભાગના અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે ઓકટોબરમાં અમેરિકા અને અફઘાનિસ્તાનના કમાન્ડોના હુમલામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં અેકયુઆઈઅેસના આતંકવાદી કેમ્પમાં ઓછામાં ઓછા ૨૦૦ સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ ગુપ્તચર અેજન્સીઓઅે આશંકા વ્યકત કરી હતી કે અલ કાયદા અફઘાનિસ્તાનમાં નવેસરથી તેનો કબજો જમાવી રહ્યું છે. જોકે અફઘાનિસ્તાનમાં જે કેમ્પ છે તે અેટલાે મોટાે નથી. જેવો ઓસામા બિન લાદેને ૯-૧૧ના હુમલા વખતે બનાવ્યો હતો. તેમ છતાં અલ કાયદા જે રીતે ફરી હુમલો કરવાની ફિરાકમાં છે તે અફઘાન અને અમેરિકાના અધિકારીઓની ચિંતા વધારી શકે છે.

અમેરિકાની ગુપ્તચર અેજન્સી સીઆઈઅેના પૂર્વ ડે. ડાયરેકટર મિશેલ મોરેલે બે વર્ષ પહેલાં તેમનાં પુસ્તકમાં લખ્યું હતું કે અલ કાયદા ફરી તેની રીતે ઊભું થઈ જશે. અને તેનાં લિસ્ટમાં અમેરિકા સૌથી આગળ રહેશે. ધ ગ્રેટ વોર ઓફ આર ટાઈમ બુકમાં તેમણે અલ કાયદાને ખતમ કરવાના બુશ અને ઓબામા તરફથી થતા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પુસ્તકમાં લખ્યું હતું કે આપણે અલ કાયદાથી ડરવું જોઈઅે. અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેટ અલ કાયદાનુું નવું સાથી સંગઠન છે. આ સંગઠનની રચના સપ્ટેમ્બર ૨૦૧૪માં થઈ હતી. અને તે પાકિસ્તાન આધારિત હોવાનું માનવામાં આવે છે.

ન્યૂયોર્કમાં નવા વર્ષની ઉજવણીની તૈયારી ચાલી રહી છે ત્યારે તંત્રઅે આ ઉજવણીમાં અવરોધ ન આવે તે માટે શહેરમાં ખાસ સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યાે છે. સંભવિત હુમલાની આશંકાથી શહેરમાં ૬૦૦૦ પોલીસેનો બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. ૨૦૧૬ના વર્ષની ઉજવણી માટે હાલ શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

You might also like